ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની 200 હોસ્પિટલોને PMJAY યોજનામાં કરોડો રૂપિયા ચુકવાયા

  • ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સારવાર પૂરી પાડે છે
  • છેલ્લા એક બે વર્ષથી 450 કરોડ જેટલી રકમ બાકી બોલે છે
  • વીમા કંપની મેનેજમેન્ટ માટે આવી ત્યારથી સમસ્યાઓ ઊભી થઈ

ગુજરાતની 200 હોસ્પિટલોને PMJAY યોજનામાં કરોડો રૂપિયા ચુકવાયા છે. તથા હોસ્પિટલોના 450 કરોડથી વધુ સલવાયા પણ છે. તબીબોની રજૂઆતો બાદ રકમ ચૂકતે કરવા સરકારની બાંયધરી છે. કેટલીક હોસ્પિટલોને આર્થિક કટોકટીનો સામનો કરવો પડતો હોવાનો દાવો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હાડથીજવતી ઠંડી, જાણો કયુ શહેર ઠુંઠવાયુ

ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સારવાર પૂરી પાડે છે

પીએમજેએવાય- મા યોજનામાં ગુજરાતની ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સારવાર પૂરી પાડે છે. સરકારની પીએમજેએવાય-મા યોજનામાં ગુજરાતની 200 જેટલી હોસ્પિટલોના 450 કરોડ સલવાયા છે, આ રકમ છૂટી કરવા માટે તાજેતરમાં જ રાજ્ય સરકાર સમક્ષ તબીબોના સંગઠને રજૂઆતો કરી છે. તબીબી સંગઠનની આ માગણી પર સરકારે ઘટતું કરવા અને જલદી રકમ ચૂકતે થાય તે સંદર્ભેની બાંયધરી આપી હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી, એક વર્ષમાં દસ્તાવેજનો આંકડો જાણી રહેશો દંગ 

છેલ્લા એક બે વર્ષથી 450 કરોડ જેટલી રકમ બાકી બોલે છે

પીએમજેએવાય- મા યોજનામાં ગુજરાતની ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સારવાર પૂરી પાડે છે, છેલ્લા એક બે વર્ષથી 450 કરોડ જેટલી રકમ બાકી બોલે છે. સરકાર અને વીમા કંપનીના અધિકારીઓના વલણને કારણે હોસ્પિટલોને વિલંબથી નાણાં મળી રહ્યા છે. અગાઉ 650 કરોડ જેટલી રકમ બાકી હતી, જોકે વારંવારની રજૂઆતો પછી 200 કરોડ જેટલી રકમ ચૂકતે થઈ હતી. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નાર્શિંગ હોમ્સ એસોસિયેશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ કહ્યું કે, અત્યારે 150થી 200 જેટલી હોસ્પિટલોની પીએમજેએવાય-મા યોજનામાં દર્દીઓની સારવાર પેટે રૂ. 450 કરોડ જેટલી રકમ બાકી બોલે છે. સરકારમાં રજૂઆત કરાતાં હકારાત્મક જવાબ મળ્યો છે અને નાણાં વહેલી તકે મળી રહેશે તેવી બાંયધરી મળી છે.

વીમા કંપની મેનેજમેન્ટ માટે આવી ત્યારથી સમસ્યાઓ ઊભી થઈ

તબીબી સૂત્રો કહે છે કે, મા યોજનામાં હોસ્પિટલોને નાણાંની ચુકવણીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે કેટલીક હોસ્પિટલોને આર્થિક કટોકટીનો સામનો કરવાની નોબત આવી છે. સરકારના સંબંધિત અધિકારીઓ અને વીમા કંપનીના અધિકારીઓનું વલણ પણ વિલંબ માટે જવાબદાર મનાય છે. સરકાર દ્વારા યોજનાનું સંચાલન ચાલતું હતું ત્યાં સુધી સ્થિતિ યોગ્ય હતી પરંતુ વીમા કંપની મેનેજમેન્ટ માટે આવી ત્યારથી સમસ્યાઓ ઊભી થઈ હતી.

Back to top button