ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ડબ્બા ટ્રેડિંગ કરતાં અપરાધી પાસેથી મળ્યા 1.41 કરોડ રૂપિયા

Text To Speech
  • સાયબર ક્રાઈમ પોલીસનો ઉન પાટિયા વિસ્તારમાં દરોડો
  • વસીમ અકરમ હુસેન પટેલના ઘરેથી 1.41 કરોડ મળી આવ્યા
  • કરોડોની રોકડ અંગે આવકવેરા વિભાગને કરાઈ જાણ

સુરતમાં ડબ્બા ટ્રેડિંગ કરતાં એક વ્યક્તિને પોલીસે દબોચી લીધો છે.  સુરતમાંથી મોટી સંખ્યમાં રોકડ રકમ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. ઉન વિસ્તારમાં એક મકાનમાંથી કરોડો રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસે દરોડો પાડી રૂ.1.41 કરોડ કબજે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આ રકમ સાયબર ફ્રોડથી મેળવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ક્યાં અને કેવી રીતે દરોડો પાડ્યો ?

મળતી માહિતી મુજબ, સાયબર ફ્રોડનાં ગુન્હાઓ શોધી કાઢવા સુરતની સાયબર સેલ રોજે રોજ પ્રયત્ન કરતી હોય છે અને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા આરોપીઓને ઝડપી પાડે છે. ત્યારે સુરતના સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે બાતમીદાર દ્વારા બાતમી આપવામાં આવી હતી કે, ઉન પાટીયા વિસ્તારમાં મદની મસ્જીદની બાજુમાં સુમીત રેસ્ટોરન્ટની ગલીમાં આવેલા દરબાર નગરના ઘર નંબર 157માં રહેતા વસીમ અકરમ હુશેન પટેલ સુરતમાં સાયબર ફ્રોડ કરે છે અને તેના ઘરે કરોડો રોકડા રૂપીયા રાખેલા છે.

આ બાતમી આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા બાતમી મુજબના ઘરે તપાસ કરતા ત્યાંથી 2000ના દરની ભારતીય ચલણી નોટ નંગ-500 મળી 10,00,000 તથા 500ના દરની ભારતીય ચલણી નોટ નંગ-23,100 મળી 1,15,50,000 તથા 200ના દરની ભારતીય ચલણી નોટ નંગ-6000 મળી 12,00,000 તથા 100ના દરની ભારતીય ચલણી નોટ નંગ-3500 મળી 3,50,000 મળી કુલ 1,41,00,000 મળી આવેલા હતા.

આવકવેરા વિભાગને કરવામાં આવશે જાણ

અંગે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસને અંગત બાતમીદાર દ્વારા સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયા ઘરે રાખ્યા હોવાની બાતમી આપી હતી. જે મુજબ ઉન વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ 41 લાખની રોકડ મળી આવી હતી. પોલીસે રેડ કરી ત્યારે તેના ઘરે વસીમ હાજર હતો નહીં. ઘરે તેના માતા પિતા અને પરિવારના સભ્યો જ હાજર હતા. જેથી પોલીસે તમામ રોકડ કબ્જે કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને આ અંગે સાયબર સેલ દ્વારા રૂપિયાના હિસાબ અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દીધી છે.

આ પણ વાંચો-BREAKING : બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત, 10 વ્યક્તિના ઘટનાસ્થળે મોત

Back to top button