વર્લ્ડ

પાક. આર્મી ચીફ મુનીરે પદ સંભાળતાની સાથે કર્યો ભારતનો વિરોધ

પાકિસ્તાનના નવનિયુકત આર્મી ચીફ જનરલ આસીમ મુનીરે પદ સંભાળતાની સાથે જ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરુ કરી દીધું છે. તેમને કહ્યું છે કે, જો તેમના દેશ પર હુમલો કરવામાં આવે છે, તો પાકિસ્તાની સશસ્ત્ર દળો માત્ર માતૃભૂમિના દરેક ઈંચની રક્ષા જ નહિ પરંતુ દુશ્મનો સામે લડશે. LOCના રખચીકરી સેકટરમાં સરહદી વિસ્તારોની પ્રથમ મુલાકાત દરમિયાન મુનીરે શનિવારે આ નિવેદન આપ્યું હતું.

તેમજ તેમને આગળ કહ્યું હતું કે, અમે તાજેતરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વ દ્વારા બેજવાબદાર નિવેદનો જોયા છે. હું એ સ્પષ્ટ કરી દઉં કે પાકિસ્તાનના સશસ્ત્ર દળો અમારી માતૃભૂમિના એક-એક ઈંચની રક્ષા માટે દુશ્મનો સામે હરહંમેશ તૈયાર છે.

પૂરી તાકાત થી લડીશું

જણાવી દઈએ કે જનરલ મુનીરે 24 નવેમ્બરે જનરલ કમર જાવેદ બાજવાની જગ્યા લીધી છે. દેશમાં સૈન્ય વાળા તરીકે 2-3 વર્ષ સેવા આપ્યા બાદ બાજવા નિવૃત થયા હતા. સરહદી વિસ્તારોની તેમની મુલાકાત દરમિયાન, આર્મી ચીફ જનરલ મુનીરને એલોસીની તાજેતરની સ્થિતિ અને રચનાની ઓપરેશનલ માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : નૌસેના દિવસ : કેમ આજે જ ઉજવવામાં આવે છે ભારતમાં આ દિવસ

જનરલ મુનીરે અધિકારીઓ અન એસૈનીકો સાતેહ વાતચીત કરી તેમને ઉચ્ચ મનોબળ, વ્યવસાયિકતા અને પડકારજનક સંજોગોમાં લડાયક તૈયારીની પ્રશંસા કરી. તેમજ તેમણે જમ્મુ-કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન અંગે ભારતીય અધિકારીઓના કેટલાક તાજેતારના નિવેદનો વિશ એપણ વાત કરી હતી. કોઇપણ ગેરસમજ કે જે દુ:સાહસમાં પરિવર્તિત થાય છે તેના હંમેશા અમારા સશ્ત્ર દળો દ્વારા સંપૂર્ણતાકાત સાતેહ સામનો કરવામાં આવશે.

મુનીર એવા પ્રથમ આર્મી ચીફ છે, જેમણે બે સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ, ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI) અને મિલિટરી ઈન્ટેલિજન્સ (MI)ના વડા તરીકે સેવા આપી છે. જો કે, તે અત્યાર સુધીના સૌથી ઓછા સમય માટે ISI ચીફ રહ્યા હતા. આઠ મહિનામાં જ વર્ષ 2019માં તત્કાલિન વડાપ્રધાન ઇમરાન ખાનના આદેશથી લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને તેમના સ્થાને ISI વડા નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભારત-પાકિસ્તાનના સબંધોમાં મુશ્કેલીઓ

આ પહેલા એલઓસી પર પહોંચતા આર્મી ચીફનું કોર્પ્સ કમાન્ડર રાવલપિંડીના લેફ્ટનન્ટ જનરલ શાહિદ ઈમ્તિયાઝ દ્વારા સ્વાગત કરવા આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન તરફથી થતા સીમાપાર આતંકવાદને લઈને તણાવપૂર્ણ છે. 5 ઓગસ્ટ 2019 ના રોજ ભારતે બંધારણની કલમ 370 નાબૂદ કરી, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે.

ભારતના નિર્ણયથી પાકિસ્તાન તરફથી સખત પ્રતિક્રિયા આવી, જેણે રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કર્યા અને ભારતીય રાજદૂતને હાંકી કાઢ્યા. ત્યારથી પાકિસ્તાન અને ભારત વચ્ચેના વેપાર સંબંધો મોટાભાગે સ્થિર છે.

Back to top button