ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે મહાકાય મગરે શ્વાનનો શિકાર કર્યો, જુઓ વીડિયો

Text To Speech

વડોદરા, 22 જુલાઈ 2024, શહેરની વિશ્વામિત્રી નદીમાં અનેક મગરો વસવાટ કરી રહ્યાં છે. આજે નદીના કિનારે ફરી રહેલા એક શ્વાનને મહાકાય મગર જડબામાં ભરાવીને નદીમાં ખેંચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આજે સવારે બનેલી આ ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોમાસામાં નદીમાં પાણીની સપાટી વધે ત્યારે મગરો નદી કિનારાની આસપાસની માનવ વસ્તીમાં આવી જાય છે અને પશુ અથવા માણસો ઉપર હુમલા કરે છે. ખાસ કરી ચોમાસામાં નદી કિનારે રહેતા લોકોને દહેશત હેઠળ દિવસો પસાર કરવા પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

મગરોનો ત્રાસ વધી જતો હોવાથી રેસ્ક્યૂ ટીમો પણ તૈયાર
વડોદરામાં પ્રવર્તમાન ચોમાસામાં મગરોનો ત્રાસ વધી જતો હોવાથી રેસ્ક્યૂ ટીમો પણ તૈયાર થઇ ગઇ છે. વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર, દેવ નદીમાં પણ મગરોનું પ્રમાણ વધુ છે. અવારનવાર મગરો માણસોનો પણ શિકાર કરતા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં આજે વડોદરા શહેરમાં નદી કિનારે ફરી રહેલા કૂતરાને મગરે શિકાર બનાવતા ચકચાર મચી ગઇ હતી. શિયાળો પૂર્ણ થતાં મગરનો પ્રજનન કાળ હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડાં અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે.

વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે
વડોદરામાં મગર પહેલાં આજવા ડેમમાં હતા. ત્યાંથી વિશ્વામિત્રી નદીમાં આવ્યા હતા. વેમાલીથી તલસટ સુધીના 25થી 27 કિ.મી.ના વિસ્તારમાં અસંખ્ય મગરો છે અને હવે મગરો માણસો અને કૂતરા સહિતના પ્રાણીઓ સાથે જીવતા શીખી ગયા છે. વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

આ પણ વાંચોઃભારે વરસાદથી માણાવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું, દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે બંધ

Back to top button