ટ્રેન્ડિંગયુટિલીટી

આ જેલમાં અપરાધીઓને મોજ, અંદર નાઈટ ક્લબ અને બીજી ધણી સુવિધા

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક – 15 સપ્ટેમ્બર:   જેલ એટલે સુધાર ગૃહ. સરળ ભાષામાં કહીએ તો ગુનેગાર જ્યારે ગુનો કરે છે ત્યારે તેને જેલમાં મોકલવામાં આવે છે. તેને કેદ કરીને સજા થાય છે. આજે અમે તમને એક એવી જેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જેલની અંદર ગુનેગારો રાજ કરે છે. હા, આ જેલ કોઈ ફિલ્મી સીનથી ઓછી નથી. અહીં જેલમાં રહેતા ગુનેગારો તમામ ગેરકાયદેસર કામ કરે છે. એવું પણ કહેવાય છે કે તેઓ પોતાના દુશ્મનોને જેલના પાલતુ મગરોને ખવડાવી દે છેય

એક અહેવાલ અનુસાર, વેનેઝુએલામાં એક જેલ છે, જેની અંદર એક નાનું પ્રાણી સંગ્રહાલય છે. ત્યાં ફ્લેમિંગો પક્ષીઓ છે, અને મગર પણ હાજર છે. આ સિવાય જેલનું પોતાનું નાઈટ ક્લબ પણ છે.

મળતી માહિતી મુજબ જેલમાં ઘણી હિંસા થાય છે અને પોલીસ પણ તેને રોકી શકતી નથી. આ જેલ કેદીઓ જાતે જ ચલાવે છે. તેમને સરળતાથી શસ્ત્રો મળી જાય છે. આ જેલનું નામ ટોકોરોન જેલ છે.

ડેઈલી સ્ટાર અનુસાર, લુઈડિગ ઓચોઆ નામના કેદીએ તે જેલમાં સમય વિતાવ્યો છે. તેણે કહ્યું કે જેલમાં રાજ કરતી ગેંગનો કોઈ દુશ્મન જેલમાં આવે તો તેઓ તેને મગરને ખવડાવી દે છે. એક કેદીએ તેની કોટડીમાં શિકારી કૂતરો પણ રાખ્યો હતો.

આ જેલમાં રહેતા કેદીઓ રાજ કરે છે. તે આ જેલમાંથી બિઝનેસ પણ કરે છે અને પોતાની પાસે બંદૂક પણ રાખે છે. સાદી ભાષામાં કહીએ તો આ જેલ કેદીઓ માટે અડ્ડા સમાન છે.

આ પણ વાંચો : મુંબઈથી દોહા જતી ફ્લાઈટ રદ્દ થઈ, 300થી વધુ મુસાફરો અટવાયા

Back to top button