ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ક્રિમિનલ્સ અને સંપત્તિવાન ઉમેદવારો પ્રથમ તબક્કાની લડશે ચૂંટણી

Text To Speech

નવી દિલ્હી, 09 એપ્રિલ: દેશની બે સંયુક્ત સંસ્થાના પ્રયાસથી લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના ઉમેદવારોએ જાહેર કરેલા ઘોષણાપત્ર પરથી એક રિપોર્ટ બહાર પાડ્યો છે.આ રિપોર્ટમાં દરેક ઉમેદવારોના ઘોષણાપત્ર પર રિસર્ચ કરીને સંપતિ અને ગુનાહિત સંબંધિત કેસમાં સંડોવાયેલા ઉમેદાવારોની માહિતી આપેલી છે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 1625 ઉમેદવારો છે.આ ઉમેદવારો પર એસોશિયેસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા પ્રથમ તબક્કાના કુલ 1625 ઉમેદવારોમાંથી 1618ના ઘોષણાપત્ર પર રિસર્ચ હાથ ધર્યું હતું.આ રિસર્ચ પ્રમાણે કુલ 252 એવા ઉમેદવારો પર ગુનાહિત બાબતની જાણકારી આપી છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ(NEW)ના સંયુક્ત પ્રયાસથી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું છે કે 15 ઉમેદવારો ગુનાહિત બાબતમાં દોષી છે. આ સિવાય અન્ય 161 ઉમેદવારો પોતાની વિરુદ્ધ ગંભીર ગુનાહિત બાબતમાં સંડોવાયેલા છે અને 7 ઉમેદવારોએ હત્યા સંબંધિત બાબત સામેલ હોવાનો ઘોષણાપત્રમાં ઉલ્લેખ કર્યો છે.

હત્યા કરવાનો પ્રયત્ન કરનાર લોકોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું

આ રિપોર્ટમાં પ્રમાણે કુલ 1618 ઉમેદવારોમાંથી 19 ઉમેદવારોએ પોતાની વિરૂદ્ધ હત્યાના કેસ જાહેર કર્યા છે જ્યારે આ સિવાય 18 મહિલા ઉમેદાવારો પણ જે કે જેમને પોતાના ઘોષણા પત્રમાં ગુના બાબતના કેસ જાહેર કર્યા છે.જેમાંથી 1 ઉમેદવાર પર બળાત્કારનો આરોપ પણ લાગેલો છે. આ સિવાય 35 બીજા ઉમેદવારો એ જણાવ્યું છે કે તેઓ પર હેટસ્પીચના કેસ ચાલી રહ્યા છે. ADR અને NEW દ્વારા ઉમેદવારોની પ્રોપર્ટી વિશે પણ રિસર્ચ કરાયું છે.જેમાં ઉમેદવારો પોતાના ઘોષણાપત્રમાં 10 લાખથી માંડીને 5 કરોડથી પણ વધારેની સંપત્તિ બતાવી છે.

કુલ 1618 ઉમેદવારોમાંથી…

573 પાસે 10 લાખ રુપિયાથી ઓછી
436 પાસે 10 થી 50 લાખ રુપિયા સુધી
277 પાસે 50 લાખથી 2 કરોડ સુધી
332 પાસે 2 કરોડથી વધારે
193 પાસે 5 કરોડથી વધારે

વિવિધ પક્ષોના ઉમેદવારો અપરાધિક વગેરેના કેસોમાં સામેલ છે . જેમ કે, ભાજપના 28,કોંગ્રેસના 19,તૃણમૂલ કોંગ્રેસના 2, RJDના 4,સપાના 3,BSPના 11, DMKના 13 અને AIADMKના 13 ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ ચાલી રહેલા કેસની જાણકારી પોતાના ઘોષણાપત્રમાં આપેલી છે.

આ પણ વાંચો: ચૂંટણી રંગોળી: અલીગઢ લોકસભા સીટના આ ઉમેદવાર ચપ્પલની માળા પહેરીને કરી રહ્યા છે પ્રચાર

Back to top button