ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મથુરામાં પોલીસ સાથેની અથડામણમાં અપરાધીનું ગોળી વાગતા મૃત્યુ

  • ગઈકાલે રાત્રે એક અપરાધી અને મથુરા પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી
  • પોલીસ ટીમે જવાબી કાર્યવાહી કરી અને ફાયરિંગ કર્યું, જેમાં ગોળી બદમાશને વાગી
  • અપરાધી પર રૂપિયા 50 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું

મથુરાઃ જિલ્લા પોલીસે અથડામણમાં એક અપરાધીને ઠાર કર્યો છે. ગઈકાલે રાત્રે SOG ટીમ અને પોલીસ અને ફારૂક નામના અપરાધી વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પોલીસે વળતો જવાબ આપતા સામસામે ગોળીબાર થતા ફારૂકને ગોળી વાગી હતી. આ પછી પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ. હોસ્પિટલમાં ડોક્ટરોએ ફારૂકને મૃત જાહેર કર્યો હતો. ફારુક હત્યા, હુમલો અને લૂંટ જેવા મામલાઓને અંજામ આપીને ફરાર હતો. પોલીસ ઘણા સમયથી તેને શોધી રહી હતી. તેના પર રૂપિયા 50 હજારનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. આરોપીઓ પાસેથી રોકડ, દાગીના અને હથિયારો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

પંદર દિવસ પહેલા ચાવીની ચોરી કરી હતી

હાઈવે વિસ્તારમાં ફારુખે મોહસીન નામના ડ્રાઈવર સાથે મળીને ગુરુ કૃપાવિલાસ નામની કોલોનીમાં કલ્પના અગ્રવાલની હત્યા કરી હતી અને શ્રી કૃષ્ણ કુમાર અગ્રવાલ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો . બંનેએ ત્યાંથી રોકડ અને દાગીનાની પણ લૂંટ ચલાવી હતી. ફારૂકે મૃતક મહિલાના ડ્રાઈવર મોહસીન સાથે મળીને લગભગ 20 દિવસ પહેલા આ ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. આ હેતુસર તેઓ પંદર દિવસ પહેલા ઘરના મુખ્ય દરવાજાની ચાવી ચોરી ગયા હતા.

3 નવેમ્બરની સાંજે જ્યારે ડ્રાઇવર શ્રી કૃષ્ણ કુમાર અગ્રવાલને વૃંદાવનમાં આવેલી તેમની દુકાનમાંથી ઘરે લઈ આવ્યો હતો, ત્યારે તેણે મુખ્ય આરોપી ફારૂકને પણ તે જ વાહનના સામાન સ્ટોરેજ એરિયામાં છુપાવી દીધો હતો. ઘરે પહોંચ્યા બાદ મોહસીને કારનું લોક ખોલ્યું અને ચાવી ફારૂકને આપી. આ પછી ફારૂક મોડી રાત્રે કારમાંથી બહાર આવ્યો હતો અને ચોરીની ચાવી વડે ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો. આ પછી તેણે આ ઘટનાને અંજામ આપ્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ ફારૂક એ જ વાહન લઈને ભાગી ગયો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ડ્રાઈવર મોહસીનની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી ડ્રાઈવર મોહસીનને જેલમાં મોકલી દીધો છે.

પોલીસે વળતો જવાબ આપતા ગોળી ચલાવી હતી

ફારુકની એ જ વિસ્તારની હાઈવે પોલીસ અને એસઓજીની ટીમ સાથે અથડામણ થઈ હતી. ફારુકે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ફારૂકને ગોળી વાગી હતી. પોલીસ ફારુકને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ફારુક પાસેથી 21 લાખ 88 હજાર રૂપિયાની રોકડ મળી આવી છે. આ સાથે હીરા અને સોનાના દાગીના પણ મળી આવ્યા છે. ચોરી થયેલી ટોયોટા ઈનોવા ક્રિસ્ટા કારની સાથે હથિયારો અને કારતુસ પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો, ગુજરાત: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ઘોડાપૂર, આંકડો જાણી રહેશો દંગ

Back to top button