ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવિશેષ

ગુજરાત એસટીના ડ્રાઈવર-કંડક્ટરની ગુનાઈત બેદરકારી, મુસાફરોના જીવ અદ્ધર

  • ખંભાતથી અંબાજી જતી બસ ડ્રાઈવરે 15-20 કિલોમીટર રોંગ સાઈડ ચલાવી
  • 50 મુસાફરોના જીવ પડીકે બંધાયા, છતાં કોઈ અસર ન થઈ

અમદાવાદ, 20 મે, 2024: ગુજરાત એસટીની અંબાજીથી ખંભાત જતી બસના ડ્રાઈવર – કંડક્ટરની ઘોર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રણવ શાહ નામના યુઝરે તેમના X હેન્ડલ (@PranavShah308) ઉપર આ ઘટનાની વિગતો શૅર કરીને તેમાં ઑફિશિયલ જીએસઆરટીસી તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ટૅગ કર્યા છે.

આ જાગૃત નાગરિકે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર શૅર કરેલી વિગતો અનુસાર, ગત તારીખ 16મી મેએ એસટીની બસ નં. GJ 18ZT 0013 અંબાજીથી ખંભાત જઈ રહી હતી. તેમણે લખ્યું છે કે, આ બસના ડ્રાઈવર અને કંડક્ટરની બેકાળજી તથા લાપરવાહીને કારણે લગભગ 50 મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા. X ની થ્રેડમાં આગળ લખવામાં આવ્યું છે કે, હિંમતનગરથી નીકળ્યા પછી બસ પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે 15 km પેહલાં સલાલ પાસે આગમન હોટેલ ઉપર બસ ઊભી રાખવાની ભૂલી ગયેલો.

લોકોની જાનની પરવા કાર્ય સિવાય ડ્રાઈવર અને કન્ડક્ટરે લગભગ 15-20 km રોંગ સાઈડમાં બસ ચલાવી હતી. જૂઓ વીડિયા

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આ બંને સમક્ષ મુસાફરો એ આ વાતનો વિરોધ કર્યો પણ ડ્રાઈવર કે કન્ડક્ટર કોઈએ પણ તેમની વિનંતી ધ્યાનમાં ન લીધી અને બધાના જીવ પડીકે બંધાઈ ગયેલા હતા. મુસાફરોએ આ બાબતની પૃચ્છા કરતા જાણવા મળ્યું હતું કે તે હોટેલ ઉપર બસ ઊભી રાખવી ફરજીયાત છે, કારણ કે ત્યાં બસ ઊભી રાખવાથી 200 રૂપિયાનું ટોકન મળે છે. મુસાફરોએ જ્યારે ફરિયાદ પોથી માંગી ત્યારે ઘણા સમય સુધી તે આપવામાં આવી નહિ. કન્ડક્ટરને પૂછો તો કહે ડ્રાઈવર પાસે છે અને ડ્રાઈવર પાસે માંગો તો કહે કન્ડક્ટર પાસે છે. ખાસ્સી રકઝક પછી ફરિયાદ પોથી મળી હતી અને ફરિયાદ પોથીમાં મુસાફરોએ પોતાની ફરિયાદ લખી છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, આ બાબતની જાણ ડેપો મેનેજર, ખંભાતને પણ કરવામાં આવી છે પણ છેલ્લા 2 દિવસથી તેઓ પણ ફોન ઉપાડતા નથી.

ગુજરાત એસટીના આ બંને ડ્રાઈવર – કંડક્ટરની આ વર્તણૂક હાલ ચર્ચા અને ધિક્કારનો વિષય બની છે. હકીકતે આવી અનેક બાબતો હોય છે પણ દરેક વખતે મુસાફરો ફરિયાદ કરતા નથી તેને કારણે ડ્રાઈવર – કંડક્ટરોની લાલિયાવાડી ચાલતી રહે છે.

Back to top button