ચોથા તબક્કાના 360 ઉમેદવારો પર ફોજદારી કેસ, ઘણા પર દુષ્કર્મના કેસ!
- ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે, 1710થી વધુ ઉમેદવારો મેદાનમાં
નવી દિલ્હી, 6 મે: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 13 મેના રોજ મતદાન યોજાશે. આ તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં 1710થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 360 ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસો વિશે માહિતી આપી છે તેમજ કુલ પાંચ ઉમેદવારો સામે દુષ્કર્મના કેસ પણ નોંધાયેલા છે. ચૂંટણી સુધારણા માટે કામ કરતી બિન-સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ(ADR)એ ઉમેદવારો દ્વારા નામાંકન સમયે આપવામાં આપેલા સોગંદનામાના આધારે આ આંકડા જાહેર કર્યા છે.
ચોથા તબક્કામાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાશે, આ રાઉન્ડમાં કુલ 1710 ઉમેદવારોમાંથી 1540 પુરુષ અને 170 છે મહિલા ઉમેદવારો છે.
કેટલા ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસ છે?
ADR અનુસાર, ચોથા તબક્કાના 274 ઉમેદવારોએ જણાવ્યું છે કે, તેમની સામે ગંભીર ગુનાઈત કેસ નોંધાયા છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશના 69, મહારાષ્ટ્રના 53 અને ઉત્તર પ્રદેશના 30 ઉમેદવારો સામે ગંભીર ગુનાઈત કેસ નોંધાયા છે, જેમાંથી ચાર આંધ્ર પ્રદેશના છે , બે મહારાષ્ટ્રના અને એક તેલંગાણાના છે.
સંગઠનનું કહેવું છે કે, આ તબક્કામાં 96 સંસદીય મતવિસ્તારોમાંથી 58 ટકા સંવેદનશીલ છે. આ વિસ્તારોમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસ નોંધાયા હોવાની માહિતી આપી છે.
ADRના રિપોર્ટ અનુસાર, ચોથા તબક્કાના 17 ઉમેદવારોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 11 ઉમેદવારો સામે હત્યાના કેસ નોંધાયા છે અને 30 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે તો 50 ઉમેદવારો સામે મહિલાઓ વિરૂદ્ધ ગુનાના કેસ નોંધાયેલા છે. આ સિવાય પાંચ ઉમેદવારો સામે દુષ્કર્મના કેસ નોંધાયેલા છે.
કયા પક્ષના તમામ ઉમેદવારો ગુનાઈત રેકોર્ડ ધરાવે છે?
જો આ ઉમેદવારોને રાજકીય પક્ષોના આધારે જોવામાં આવે તો AIMIMના ત્રણમાંથી ત્રણ, શિવસેનાના ત્રણમાંથી બે, ભારત રાષ્ટ્ર સમિતિના 17માંથી 10, કોંગ્રેસના 61માંથી 35, ભાજપના 70માંથી 40 ઉમેદવારો. , DTPના 17માંથી 9, BJDના 4માંથી 2, RJDના પણ 4માંથી 2, શિવસેના (ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરેના 25માંથી 12, TMCના આઠમાંથી ત્રણ અને સમાજવાદી પાર્ટીના 19માંથી 7 ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાની માહિતી આપી છે.
ઉમેદવારોનો શું છે અભ્યાસ?
જો ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો, આ 1710 ઉમેદવારોમાંથી માત્ર 26 જ અશિક્ષિત છે. શિક્ષિત ઉમેદવારોની સંખ્યા 30 છે. આ ઉપરાંત પાંચમું પાસ 69, આઠમું પાસ 93, દસમું પાસ 234, 12મું પાસ 248, સ્નાતક 348, પ્રોફેશનલ ગ્રેજ્યુએટ 195, પોસ્ટ ગ્રેજ્યુએટ 356, ડોક્ટરેટ 45, ડિપ્લોમા 66 છે.
આ પણ જુઓ: રાહુલ ગાંધીના નિવેદન સામે દેશભરના કુલપતિઓએ ઉઠાવ્યો વાંધો, પત્ર લખીને કાર્યવાહીની કરી માંગ