ગુજરાતમાં વધતી ગુનાખોરી, 6 મહિનામાં 1763 E-FIR નોંધાઇ, આ શહેર રહ્યું ટોપમાં
રાજ્યમાં ગુનાખોરીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગુનેગોરો બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન એક ગુનાખોરીના પ્રમાણને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ ગુનાખોરીમાં સુરત શહેર પ્રથમ છે.
6 મહિનામાં કુલ 1763 ઇ એફઆઇઆર નોંધાઇ
રાજ્યમાં શાંતિ જળવાઈ રહી છે. તેમજ નાગરીકોને સુરક્ષા અને સુવિધા સાથે સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે ઓનલાઇન એફઆઇઆર વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. આ ઓનલાઇન એફઆઇઆર વ્યવસ્થાથી વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરીકો ફરિયાદ દાખલ કરાવી શકે છે. આ કોન્સેપ્ટ લોન્ચ થયા બાદ રાજ્ય ભરમાથી છેલ્લા 6 મહિનામાં કુલ 1763 ઇ એફઆઇઆર નોંધાઇ છે. આ ઇ એફઆઇઆરમાં સૌથી વધુ ઇ એફઆઇઆર વાહન ચોરી મામલે નોંધાવામા આવી છે.
ગુનાખોરીમાં સુરત પ્રથમ ક્રમે
રાજ્યમાં ગુનાઓને લઈ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રાજ્યમાં ઇ એફઆઇઆર શરુ થયાને અત્યાર સુધી એટલે કે 6 મહિનાનો આંકડા સામે આવ્યા છે. આ માહિતી મુજબ સૌથી વધુ ગુનાઓ મામલે સુરત શહેર ફરી એકવાર પ્રથમ ક્રમાંકે છે રાજ્યમાં સૌથી વધુ ગુના નોંધાયા હોય તેવા પ્રથમ પાંચ શહેરોમાં સુરત પ્રથમ નંબરે છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા તેમજ ખેડા આણંદમા પણ સૌથી વધારે ગુના નોંધાયા છે. જ્યારે ડાંગ – આહવામાં સૌથી ઓછા ગુના નોંધાયા છે.
જાણો કયાં શહેર મા કેટલી E-FIR નોંધાઇ ?
સુરત સિટી – 360, સુરત ગ્રામ્ય – 45, અમદાવાદ સિટી -340,અમદાવાદ ગ્રામ્ય -31, રાજકોટ ગ્રામ્ય – 28, રાજકોટ સિટી – 102, મહેસાણા -82, વડોદરા સિટી – 73, વડોદરા – ગ્રામ્ય – 16, પાટણ -52, વલસાડ -29, નર્મદા – 05, દાહોદ – 62, ખેડા -62, છોડા ઉદેપુર -16, આણંદ – 65, અરવલ્લી -07, નવસારી -09, જૂનાગઢ -21, અમરેલી – 18, મોરબી – 30,મહીસાગર – 08, ગીર – સોમનાથ -16, પોરબંદર – 08, બોટાદ -૦8, ગાંધીધામ -24, ભરુચ – 23, ડાંગ – આહવા – 02, કચ્છ ભુજ – 07, બનાસકાંઠા -36 , તાપી – 03, ગાંધીનગર -31, ભાવનગર -42, સાબરકાંઠા -12, સુરેન્દ્ર નગર -10, જામનગર – 08, ગોધરા – 10, દેવભૂમિ દ્વારકા -01
આ પણ વાંચો : હાર્દિક પટેલને મોટી રાહત, 2017ના કેસમાં જામનગર કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો