ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

માતાના પ્રેમીએ સગીરાને દારૂ પીવડાવી બેલ્ટથી ફટકારીને પછી કર્યું આવું

Text To Speech

Crime News: સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક સગીરાને તેની માતાના પ્રેમીએ દારૂ પીવડાવીને બેલ્ટથી ફટકારી હતી. તેમજ બે વર્ષ સુધી શોષણ કર્યું હતું. સગીરાથી આ સિતમ સહન ન થતાં પરિવારને જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

શું છે મામલો

સુરતના રાંદેર રોડ-પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી મહિલાના પ્રેમીએ તેણીની 16 વર્ષીય પુત્રીને દારૂ પીવડાવ્યા પછી બેલ્ટ વડે ફટકારી હતી. તેમજ હવસનો શિકાર બનાવ્યા બાદ છેલ્લા બે વર્ષથી શારિરીક શોષણ કરી જધન્ય કૃત્ય આચરતો હતો. પોલીસે મહિલાના હવસખોર પ્રેમીની ધરપકડ કરી હતી

મામા-મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદેર રોડ-પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ઓટો શો-રૂમમાં નોકરી કરતી માતાના પ્રેમી કેતન બાબુભાઇ પરમાર (ઉ.વ. 41) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, જૂન 2022 માં તેની માતા નોકરી ઉપર ગઇ હતી અને ઇલેક્ટ્રીકનું કામ કરતા પિતા ચેક રીટર્ન કેસમાં જેલમાં હતા તે સમયે કેતન રાબેતા મુજબ ઘરે આવ્યો હતો. તે સમયે તેણી 16 વર્ષની હતી અને એકલતાનો લાભ લઇ કેતને જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો. દારૂ પીવડાવ્યા બાદ પોતાની હવસ સંતોષવા અડપલા કર્યા હતા.

જેનો તેણે ઇન્કાર કરતા કેતને બેલ્ટ વડે માર મારી બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ અનેક વખત એકલતાનો લાભ લઇ પોતાની હવસનો શિકાર બનાવતો હતો. માતાના પ્રેમી તરીકે બિન્દાસ્ત ઘરે આવતા કેતનની હેવાનીયતની તેણે કોઇને જાણ કરી ન હતી પરંતુ આખરે આ સિતમ સહન ન થતાં તેણે પરિવારજનોને વાત કરી હતી. જે બાદ મામા-મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ટ્રમ્પ પર મોટું સંકટ, શપથ પહેલા કોર્ટમાં થશે હાજર

Back to top button