Crime News: સુરતમાં સગા પિતાએ જ પુત્રી પર બગાડી દાનત, પત્ની સારવાર માટે વતન ગઈને પછી…


સુરત, તા.13 નવેમ્બર, 2014: સુરતમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. પત્ની સારવાર માટે પિયર જતાં પતિએ પુત્રી સાથે અડપલાં કર્યા હતા. પત્નીની ગેરહાજરીએ પિતાએ 15 દિવસમાં ત્રણ વખત આવી હરકત કરી હતી. માતા પરત ફર્યા બાદ પુત્રીએ સઘળી હકીકત જણાવતાં મામલો સામે આવ્યો હતો.
પિતાએ પુત્રીનો પાયજામો ઉતારી છાતી પર હાથ ફેરવ્યો ને…
મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના કાપોદ્રામાં રહેતી 40 વર્ષીય પરિણીતાનો પતિ કાપડના વેપારી છે. પરિણીતા તેની 19 અને 9 વર્ષની બે દીકરી સાથે રહે છે. મહિલાને આંખની તકલીફ હોવાથી 29 ઓક્ટોબરના રોજ નાની દીકરીને લઈ સારવાર માટે પિયર સૌરાષ્ટ્ર ગયા હતા.જયારે તેમની મોટી દીકરી પિતા સાથે રોકાઈ હતી. થોડા દિવસ પહેલા મોટી દીકરીએ તેના મામાને ફોન કરી જાણ કરી હતી કે તેમના ગયા બાદ તે તેના રૂમમાં સૂતી હતી ત્યારે મળસ્કે ચાર વાગ્યે પિતા રૂમમાં આવીને તેની પાસે સુઈ ગયા હતા. બાદમાં તેની છાતી ઉપર હાથ ફેરવી પાયજામો ઉતારી આખા શરીરે હાથ ફેરવતા હતા ત્યારે તેમને રોક્યા હતા. તે સમયે પિતાએ પોતે ઊંઘમાં છે તેવું કહ્યું હતું.
પુત્રીએ માતાને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો
માતાની ગેરહાજરીમાં છેલ્લા 15 દિવસમાં પિતાએ ત્રણ વખત આવી કરતૂત કરી હતી. માતા પિયરથી સુરત પરત ફર્યા બાદ પુત્રીએ ઘટનાક્મ જણાવ્યો હતો. જે બાદ તેમણે પતિ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમના પતિની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અને મસ્કનો ટ્રમ્પ કેબિનેટમાં સમાવેશ