ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ગુનાખોરી વધતા જેલો હાઉસફુલ, કેપેસિટીથી વઘારે કેદીઓ

Text To Speech

ગુજરાતની જેલો હાઉસફુલ થઇ છે. જેમાં 13,999ની કેપેસિટી સામે 16,597 કેદી જેલોમાં બંધ છે. તેથી 22 હજાર વોન્ટેડ આરોપીઓ પકડાય તો તેમને ક્યાં પૂરવા? તેમજ પોલીસ તંત્રના આધુનિકીકરણની 25 કરોડની ગ્રાન્ટ છૂટી કરાઈ નથી. તથા ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓને પૂરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘ઓપરેશન ડિમોલિશન’: AMCની ઈન્ડસ્ટ્રિયલ ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ

પોલીસ હજુ આરોપીઓને પકડી શકી નથી

ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓને પૂરવામાં આવ્યા છે, ગુનાખોરી વધતાં ગુજરાતની જેલો હાઉસફુલ જેવી થઈ છે, કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતની જેલોમાં કુલ કેદીઓની ક્ષમતા 13,999ની છે. જેની સામે અત્યારે 16,597 કેદીઓ બંધ છે. એટલું જ નહિ પરંતુ હાલની સ્થિતિએ ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં 22 હજારથી વધુ આરોપીઓ વોન્ટેડ છે એટલે કે જે તે કેસમાં પોલીસ હજુ આરોપીઓને પકડી શકી નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં કલેક્ટરે બિલ્ડિંગ તોડાવ્યું, ભાજપ આશ્રિતે પાછુ બાંધ્યુ : અમિત ચાવડા

જેલોમાં કેપેસિટી કરતાં 2600 જેટલા કેદીઓની સંખ્યા વધારે

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગુજરાતની જેલોમાં કેપેસિટી કરતાં 2600 જેટલા કેદીઓની સંખ્યા વધારે છે. નાસતા ફરતાં 22,696 આરોપીઓ પકડાય તો તેમને ક્યાં પૂરવા તે એક સવાલ છે, એકંદરે અત્યારે જેલોમાં કેદીઓને ઠાંસી ઠાંસીને પૂરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં અત્યારે 123 જેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા નથી, એક તરફ સરકાર પોલીસના મોરલ અને પોલીસ વિભાગના આધુનિકીકરણની વાતો કરે છે ત્યારે 25 કરોડથી વધુની ગ્રાન્ટ છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર દ્વારા છૂટી કરાઈ ન હોવાની બાબત પણ સામે આવી છે.

આ પણ વાંચો: સરાહનીય પ્રયાસ: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંગદાનના કિસ્સા વધ્યા

ભાજપના રાજમાં ગુજરાત ગુનાખોરીના મોડેલ તરફ

ગ્રાન્ટ અંગેનો આ દાવો ગુજરાત કોંગ્રેસે કર્યો છે સાથે જ કહ્યું છે કે, છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના પોલીસ વિભાગને કેન્દ્ર સરકાર દ્વારા સારી કામગીરી માટે પ્રોત્સાહન ફંડ પૂરું પડાયું નથી. પોલીસ તંત્રના આધુનિકીરણ માટે સરકાર કેટલી ગંભીર છે તે આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે. જેલોમાં વધુ પ્રમાણમાં કેદીઓની સંખ્યા બતાવે છે કે, ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. ભાજપના રાજમાં ગુજરાત ગુનાખોરીના મોડેલ તરફ આગળ વધી રહ્યું છે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહિ આવે તેવા દાવા તો કરે છે પણ હકીકત એ છે કે, 22 હજારથી વધુ આરોપીઓ અત્યારે પોલીસ પકડથી દૂર છે, જેમાં ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

Back to top button