ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હલ્દવાની હિંસામાં 5 હજાર બદમાશો વિરુદ્ધ ગુનો દાખલ, તોફાનીઓની શોધમાં લાગી પોલીસ

હલ્દવાની (ઉત્તરાખંડ), 10 ફેબ્રુઆરી: હલ્દવાની હિંસા કેસમાં 5 હજાર બદમાશો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાંથી 19 તોફાનીઓના નામ સામે આવ્યા છે. 4 લોકો પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ બાકીના તોફાનીઓની ઓળખ કરવામાં લાગી છે. ધરપકડ માટે પોલીસ રેડ પાડી રહી છે. દરમિયાન આજે સવારે શહેરમાં માત્ર એક વિસ્તારમાં કર્ફ્યુનો અમલ ચાલુ છે જ્યારે બાકીના વિસ્તારોમાંથી કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. હિંસા ભડકાવનારાઓ સામે NSA લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હલ્દવાનીમાં આજે પણ શાળા, કોલેજો અને બજારો બંધ રાખવાનો આદેશ છે. વહીવટીતંત્રે માત્ર બાનભૂલપુરા વિસ્તારમાં આગામી આદેશો સુધી કર્ફ્યુ ચાલુ રાખ્યો છે.

 

5,000 અજાણ્યા લોકો સામે ગુનો દાખલ

હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસા પર એસએસપી નૈનીતાલ પીએન મીનાએ કહ્યું કે, પોલીસે 19 લોકોની ઓળખ કરી ગુનો દાખલ કર્યો છે, જ્યારે  5,000 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે અને તેમની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, આજે પણ હિંસા પ્રભાવિત બાનભૂલપુરામાં કોઈને જવાની મંજૂરી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનથી જાણવા મળ્યું છે કે આ હિંસામાં લગભગ 6 કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે, બાનભૂલપુરામાં હિંસા બાદ પરિસ્થિતિ થાળે પડી છે.

હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ

હિંસા બાદ હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં પોલીસ પણ હાઈ એલર્ટ પર છે. ઉત્તરાખંડ પોલીસની સાથે અર્ધલશ્કરી દળોને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે બાનભૂલપુરા પોલીસ સ્ટેશન પાસે ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવા દરમિયાન ભારે હોબાળો થયો હતો. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જેસીબી સાથે પહોંચી ત્યારે ત્યાં હાજર બદમાશોએ વહીવટીતંત્ર, પોલીસ અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે અનેક પોલીસકર્મીઓ અને પત્રકારો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: હલ્દવાની હિંસામાં થયેલો હુમલો પહેલાથી જ પ્લાન હતો : નૈનીતાલના DMના મોટા ખુલાસા

Back to top button