અમદાવાદ: શહેર પોલીસ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન; PI તેમજ ઉચ્ચકક્ષાના અધિકારીઓ હાજર; કેવી છે ક્રાઈમની સ્થિતિ જાણો
અમદાવાદ 31 જુલાઈ 2024 : અમદાવાદ શહેરના શામા પ્રસાદ મુખરજી હોલ ખાતે દવા શહેર પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, નીરજ બડગુજર, અને અજય ચૌધરીએ વર્ષ દરમિયાન યોજાયેલા ક્રાઈમનાં ગુના તેમજ અન્ય ઘણી બાબતો જે પોલીસને લગતી હોય તેનો તાગ મેળવ્યો હતો. સાથે ગયા વર્ષ કરતાં આ વર્ષે ક્રાઈમ રેટમાં કેટલો ઘટાડો કે વધારો થયો તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
શહેરમાં ક્રાઈમનો રેશિયો કાબુમાં છે: GS મલિક
શહેર પોલીસ કમિશનર જીએસ મલીકે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મને કહેતા સંતોષ થાય છે કે અમદાવાદ શહેરમાં ક્રાઈમનો રેશિયો કાબુમાં છે. મને અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થતા એક વર્ષનો સમય થઈ ગયો છે જેમાં હું કહી શકું કે પોલીસનું કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. ગુનાની સ્થિતિ જોઈએ તો મર્ડરના ગુના ચાલુ વર્ષે 39 અને ગયા વર્ષે 59 હતાં જમા 33% નો ઘટાડો છે. હત્યાની કોશિશમાં 21 ટકાનો ઘટાડો છે ધાડ છે જેમાં ચાલુ વર્ષે 9 છે અને ગયા વર્ષે 5 હતી જોકે તે ટેકનિકલ છે. લૂંટ ચાલુ વર્ષે 55 છે અને ગયા વર્ષે 81 હતાં એમાં પણ 25% નો ઘટાડો છે.
ઘરફોડ ચોરીઓમાં 22% નો ઘટાડો છે. ચોરીઓ ચાલુ વર્ષે 1947 થઇ છે ગયાં વર્ષે 2773 હતી. જેમાં 19% નો ઘટાડો જોવા મળ્યો છે. ઓનલાઇન ઇ વાહન ચોરી ચાલું વર્ષે 460, ઇ FIR પણ ચાલુ વર્ષે 56 છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાકીના ગુના વિશે વાત કરું તો ઠગાઈ અને છેતરપિંડીના કેસો થોડા વધ્યા છે. હંગામાના ગુનાઓમાં પણ 15% નો ઘટાડો છે. બળાત્કારના કેસોમાં 12% નો ઘટાડો આવ્યો છે કુલ મુખ્ય ગુનાઓની વાત કરીએ તો ગયા વર્ષે 6534 હતાં અને ચાલુ વર્ષે 5075 થયાં છે જેમાં 22% નો ઘટાડો થયો છે. ખાસ કરીને દારૂ પીને ડ્રાઇવિંગ કરતા લોકોનાં પણ 567 કેસ નોંધવામાં આવ્યા છે.
અમે પબ્લિક ઓરિએન્ટેડ પોલિસીંગ કરવા માંગીએ છીએ
શહેર સીપીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી જે પોલીસ કામગીરીની જે પ્રોસિજર રાખવામાં આવી છે અમે પબ્લિક ઓરિએન્ટેડ પોલિસીંગ કરવા માંગીએ છીએ. કે અરજદાર જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે એને સાંભળવામાં આવે એની ન્યાયિક તરીકાથી પોલીસ કામગીરી કરે, એ અમારી પોલીસ કામગીરીનો મુખ્ય હેતુ છે. ખરેખર જે ગુનો નોંધવામાં આવ્યો હોય ગુનો બને છે તો તે નોંધવો જોઈએ, અમુક લોકો ખોટી રીતે ગુનો નોંધાવા ઈચ્છતા હોય તો ખોટી રીતે ગુનો નોંધવો નહીં પોલીસ સાચી દિશામાં તપાસ કરે સાચી દિશામાં FIR કરે એ અમારી પોલીસ કામગીરીનો એક મુખ્ય ભાગ છે.
આ પણ વાંચો : અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં પ્રાધ્યાપકોએ પેટેન્ટ ક્ષેત્રે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી