અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં 5,15,640ના મુદ્દામાલ સાથે બે બુટલેગરોની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Text To Speech
  • અન્ય 2 આરોપી ફરાર

અમદાવાદ, 29 મે, અમદાવાદ શહેરના એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં આજે પણ દેશી-વિદેશી દારુની રેલમ છેલ ઉડી રહી છે અને એમાં સ્થાનિક પોલીસ જ સંડોવાયેલી રહેતી હોવાથી લોકો દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવતા હોય છે. જે વચ્ચે શહેરના શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ કંઈક આવી જ બદપ્રવૃત્તિઓ ચાલતી હતી જેનો શહેર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. જ્યારે કોણ હતા એ બે લોકો જયા ધરપકડ થઈ છે સાથે આ સમગ્ર ઓપરેશન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેવી રીતે પાર પાડવામાં આવ્યું જાણીએ તે પ્રશ્નોના જવાબ!!

5,15,640 ના મુદ્દામાલ સાથે 2 ની ધરપકડ, 2 ફરાર

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર શાહપુર વિસ્તારમાં જીવણ કમળશીની પોળમાં પ્રોહિ.લિસ્ટેડ બુટલેગર રાજેશ ઉર્ફે લાલો ગણપતભાઈ ચુનારાના ચોક્ક્સ બાતમી હકીકત આધારે રેડ કરી મકાન ખાતેથી તેમજ જીવણ કમળશીની પોળ સામે મેટ્રો રેલ્વે સ્ટેશન પાસેથી લોડિંગ રીક્ષામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પડ્યા હતા. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કિરિટભાઈ હિમનતલાલ શાહ (રહે.જીવણ કમળશીની પોળ) અને સુનિલભાઈ કનુભાઈ વાઘેલા (રહે.શંગરભુવનના છાપરા)ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે રાજેશ ઉર્ફે લાલો ગણપતભાઈ રાજપૂત (રહે.સાંકળી શેરી,શાહપુર) અને પારસ ઉર્ફે પસો રાજેશભાઈ જૈન (રહે.જીવણ કમળશીની પોળ) વોન્ટેડ છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 5,15,640 ની માલમત્તા ઝડપાયો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ ઉકેલી દીધો છે.

શાહપુરમાં ચાલતા આ ગોરખધંધાની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને ગંધ આવી જતાં તાકીદે રેડ પાડીને આ બુટલેગરોને સાણસામાં લઈ લીધા છે અને વોન્ટેડ આરોપીને પકડવાની સઘન શોધખોળ ચાલું છે.

આ પણ વાંચો..સુરતમાં ATMમાંથી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ

Back to top button