ગુજરાત રમખાણ કેસમાં ફંડની હેરાફેરી અને ખોટા દસ્તાવેજને લઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એકની ધરપકડ કરી લીધી છે. સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામા આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બનાસકાંઠા જેલમાંથી સંજીવ ભટ્ટને ટેકઓવર કર્યા છે, આ અગાઉ આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડની ધરપકડ થઇ ચૂકી છે. તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આર બી કુમારની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક,ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણ કેસમાં ગુલબર્ગ સોસાયટીના મામલે અહસાન જાફરીની મોત થયું હતું. તેમણી પત્ની SITની તપાસ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પણ તે તપાસને સાચી ઠેરવતા ગઈકાલે શુક્રવારે જ સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે જે લોકો કાયદા સાથે રમત રમે છે તેમની સામે કાર્યવાહી કરવી જરુંરી બને છે. આ અગાઉ ગુજરાત સરકારે પણ કોર્ટમાં કહ્યું હતું કે એનજીઓની ૨૦૦૭માં જે આર્થિક સ્થિતિ હતી તેની તુલનાએ ગુલબર્ગ સોસાયટીના મ્યુઝિયમ બનાવવાની પ્રપોઝલ બાદ તે ઘણી ધનવાન બની હતી.