અમદાવાદ: Airtel અને Jio કંપનીનાં ડમી સીમકાર્ડ વેચનારા 4 ની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ 14 ઓગસ્ટ 2024 : અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ ખાતે એરટેલ અને જીઓ કંપનીના ડમી સીમ કાર્ડ રિટેલર તરીકે વેચનારા કુલ ચાર ઈસમોની અમદાવાદ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેનો ઉપયોગ ઓનલાઇન સટ્ટા બેટિંગ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થઈ શકતો હોવાનો દાવો ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે કર્યો હતો. ત્યારે શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી? અને કઈ રીતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન બહાર પડાયું સમજીએ વિગતવાર!!!
49 સીમકાર્ડ ચાર વ્યક્તિઓ પાસેથી કબજે કરાયા
ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે ડમી સિમ કાર્ડનાં પકડાયેલા આરોપીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે આશરે દોઢ બે મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા airtel અને jio કંપનીનાં કુલ 49 સીમકાર્ડ અલગ અલગ ચાર વ્યક્તિઓ પાસેથી કબજે કરવામાં આવ્યા હતા. આ લોકો એરટેલ અને જીઓ કંપનીના સીમકાર્ડ રિટેલર તરીકે વેચતા હતા. માહિતીની ગંભીરતા પ્રમાણે આ જે સીમકાર્ડ વેચવામાં આવતા હતા એ સીમકાર્ડ જે તે ગ્રાહકો દ્વારા ઉપયોગ કરવામાં આવતો ન હતો, શરૂઆતમાં કુલ અમને 49 ઓથેન્ટિક સીમકાર્ડ એવા મળ્યા જે સીમકાર્ડના સબ્સ્ક્રાઇબર તરીકે જેનું નામ હોય એ લોકો આ સીમકાર્ડ ઉપયોગ કરતા ન હતા અને અન્ય લોકો કરતા હતા. આ ચારેય આરોપીઓ વિરુદ્ધ 420, 419, 120(B), 477(A) મુજબ ગુનો નોંધાયો છે.
સીમકાર્ડ મેળવવાની મોર્ડસ ઓપરેન્ડી
આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે એસીપી ભરત પટેલે જણાવતા કહ્યું હતું કે આરોપી નંબર એક મોહમ્મદ તલાહ જે પોતે શાહપુરનો છે અને ત્યાં શાહપુર ખાતેની જગ્યા ઉપર કંપની તરફથી મળેલી છત્રી લગાવીને ત્યાં જે તે લોકો બાયોમેટ્રિકસ અથવા તો ફોટોગ્રાફ પડાવી સીમકાર્ડ મેળવતા હોય છે. જેમાં એક વખતના જે ડોક્યુમેન્ટ ખરીદનાર દ્વારા સબમીટ કરવામાં આવે છે આ લોકો તેના બબ્બે બાયોમેટ્રિકસ અને ફોટોગ્રાફ્સ લઈ લેતા હતા. અને એક સીમકાર્ડ જે ગ્રાહક ખરીદવા માંગતો હોય તેને આપી દેતા હતા અને જે બીજા ડોક્યુમેન્ટસ પુરાવા સ્વરૂપે તેમની પાસે છે એના આધારે તે લોકો બીજા સીમકાર્ડ્સ કંપની પાસેથી મેળવતા હતા. એ જ રીતે બીજો આરોપી અજય દિનેશ રાવલ તે રામોલ વિસ્તારમાં આ રીતે સીમકાર્ડ વેચતો હતો. ત્રીજો આરોપી જયેશ રાજેશભાઈ એ પણ વસ્ત્રાલ રીંગરોડ રામોલ પાસે આ પ્રકારે રિટેલિંગ તરીકે સીમકાર્ડ વેચતો હતો. જે આધારે આ ચારેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
પુરાવા વગર મેળવેલા સીમકાર્ડનો સટ્ટા બેટિંગમાં ઉપયોગ
આ ગુનાનો મુખ્ય સૂત્ર આધાર એ છે કે આ ચારેય આરોપીઓ તેવા લોકોને સીમકાર્ડ વેચતા હતા કે જેઓ જરૂરી પુરાવા આધાર ન આપી શકતા હોય, જેથી પુરાવા ન આપવાને કારણે તેમજ આની ગંભીરતા ધ્યાને લઈને ખૂબ જ સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેથી જે જે લોકોએ વગર એવિડન્ટ્સે સીમકાર્ડ મેળવ્યા છે તેવા પ્રકારના લોકોની પણ તપાસ હાથ ધરાઈ રહી છે સાથે જે લોકો દ્વારા પુરાવા વગર સીમકાર્ડ મેળવવામાં આવ્યા છે તેનું શું કારણ હોઈ શકે? જં અંગેની ગંભીરતાને ધ્યાન લઈને તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ આ પ્રકારના સીમકાર્ડ જે ઓનલાઈન સટ્ટાબેટિંગના ગેમ છે તથા અલગ અલગ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ છે તેમાં વાપરવામાં આવે છે તેવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે તેવું ACP ભરત પટેલે વધુમાં જણાવ્યું હતું.