અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: 14,33,300 ની કિંમતના 93.760 ગ્રામનાં MD મૅફેડ્રોન જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 ની ધરપકડ કરી

Text To Speech

અમદાવાદ 10 ઓગસ્ટ 2024 : અમદાવાદનાં એલિસ બ્રિજ નીચે ઘણા સમયથી નશાકારક એવું એમડી મેફેડ્રોન વેચાણ થતું હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી 4,33,300/- ની કિંમતના 93.760 ગ્રામનાં MD મૅફેડ્રોન જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

14,33,300/- ની કિંમતના MD સાથે ત્રણની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે એલીસબ્રીજ નીચેથી ડ્રગ્સ નું બંધ બારણે વેચાણ થઈ રહ્યું છે તેવી બાતમી મળી હતી. ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ પ્રમાણે મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ત્યાં સતત વોચ ગોઠવતા તેમની પાસેથી મોટી માત્રામાં MD મૅફેડ્રોન મળી આવ્યું હતું. કુલ 93.760 ગ્રામનાં MD નાં જથ્થા જેની બજાર કિંમત આશરે 14,33,300/- થાય છે.

આ સાથે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન રોકડ નાણા તથા સુઝુકી એક્સેસ ગાડી જપ્ત કરવામાં આવી છે. આરોપીઓમાંથી બે વટવા વિસ્તારમાંથી અને એક એલિસ બ્રિજ વિસ્તારમાંથી રહેતો હોવાથી આ ત્રણેય આરોપીઓ એલિસ બ્રિજ નીચે સાથે મળીને ડ્રગ્સ વેચાણ કરતા હતા જેની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ: AMC દ્વારા 1200 કરોડનાં પ્રોજેક્ટ ખારીકટ કેનાલના કામમાં 240 કરોડ ઐતિહાસિક ભ્રષ્ટાચાર મુદ્દે યુથ કોંગ્રેસે બેનર લગાવી વિરોધ કર્યો

Back to top button