ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષસ્પોર્ટસ

11 તારીખે 11:11 વાગ્યે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 111 રનની જરૂર, દંગ કરનારા આંકડા

Text To Speech
  • ક્રિકેટ જગતનો આ એવો આંકડો છે, જેનું પુનરાવર્તન ક્યારેય નહીં થાય

HD ન્યૂઝ ડેસ્ક, 11 નવેમ્બર: ક્રિકેટના ઈતિહાસમાં એવા ઘણા રેકોર્ડ જોયા હશે, જે પાછળથી તૂટી જાય છે. પરંતુ ક્રિકેટ જગતનો આ એવો આંકડો છે, જેનું પુનરાવર્તન ક્યારેય નહીં થાય. ક્રિકેટના ઈતિહાસમાં એક એવી મુમેન્ટ આવી જ્યારે બધું 11-11 થઈ ગયું. તારીખ, રન અને સમયના આંકડા 11 પર થંભી ગયા. આ દક્ષિણ આફ્રિકાની 11/11/11ની મુમેન્ટની વાત છે, જ્યારે 11મી તારીખે 11:11 વાગ્યે પ્રોટીયાઝ ટીમને જીતવા માટે 111 રનની જરૂર હતી.

આ સંયોગ નવેમ્બર 2011માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી મેચમાં બન્યો હતો. આ મેચ 09થી 13 નવેમ્બર વચ્ચે રમાઈ હતી. મેચમાં એક મુમેન્ટ એવી આવી જ્યારે 11 નવેમ્બર, 2011ના રોજ 11:11 વાગ્યે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 111 રનની જરૂર પડી હતી. આ ખરેખર ક્રિકેટની સૌથી અનોખી મુમેન્ટમાંની એક હતી.

મુમેન્ટ વધુ યાદગાર બની ગઈ હતી 

ESPN અનુસાર, સ્ટેન્ડ પર હાજર ચાહકોએ આ મુમેન્ટને વધુ ખાસ બનાવી દીધી હતી. ચાહકો એક મિનિટ માટે એક પગ પર ઉભા રહ્યા, જેના કારણે આ મુમેન્ટ વધુ યાદગાર બની ગઈ. અમ્પાયર ઇયાન ગોલ્ડ પણ આ મનોરંજનમાં જોડાયા હતા.

દક્ષિણ આફ્રિકાએ આ મેચ 8 વિકેટે જીતી હતી

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 284 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ દરમિયાન માઈકલ ક્લાર્કે 22 ચોગ્ગાની મદદથી 151 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 96 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ દરમિયાન ગ્રીમ સ્મિથે સૌથી મોટી ઇનિંગ રમી અને 37 રન બનાવ્યા. ટીમના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા.

પછી સૌથી રસપ્રદ વાત એ હતી કે, ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગમાં માત્ર 47 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન માત્ર 2 ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ ટાર્ગેટનો પીછો કરતા 236/2 રન બનાવ્યા અને 8 વિકેટે જીત મેળવી. આ દરમિયાન ગ્રીમ સ્મિથે 15 ચોગ્ગાની મદદથી ટીમ માટે 101* રન બનાવ્યા હતા. આ સિવાય હાશિમ અમલાએ 21 ચોગ્ગાની મદદથી 112 રન બનાવ્યા હતા.

આ પણ જૂઓ: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ગૌતમ ગંભીરે આપ્યા તમામ પ્રશ્નોના જવાબ: રોહિત વિશે ખોલ્યું રહસ્ય, જાણો

Back to top button