ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

પહલગામ હુમલા બાદ પાકિસ્તાન પર ક્રિકેટિંગ સ્ટ્રાઈક, PSLનું ટેલિકાસ્ટ બંધ!

નવી દિલ્હી, 24 એપ્રિલ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. આખા ભારતમાં શોકનું વાતાવરણ છે, જ્યારે કેન્દ્ર સરકાર પણ એક પછી એક કડક પગલાં લઈ રહી છે. હવે પાકિસ્તાનની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી લીગને(PSL Streaming Fancode ) મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન સુપર લીગ (PSL 2025)નું પ્રસારણ અત્યાર સુધી લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ફેનકોડ (Fancode) દ્વારા થતું હતું. હવે ફેનકોડે PSLનું લાઈવ પ્રસારણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય કંપનીએ શીખવ્યો પાઠ
ફેનકોડ એક ભારતીય સ્ટ્રીમિંગ કંપની છે, જેણે પાકિસ્તાન સુપર લીગને જોરદાર ફટકો આપ્યો છે. 24 એપ્રિલથી હવે PSLની મેચો ફેનકોડ પર ઉપલબ્ધ નહીં હોય. આ પ્લેટફોર્મ પર લાખો લોકો PSLની મેચો લાઈવ જોતા હતા, પરંતુ ફેનકોડના આ નિર્ણય બાદ પાકિસ્તાન સુપર લીગની ડિજિટલ દર્શક સંખ્યામાં ભારે ઘટાડો નોંધાઈ શકે છે.

PSL 2025 સિઝનની શરૂઆત 11 એપ્રિલથી થઈ હતી અને આ ટૂર્નામેન્ટ 18 મે સુધી ચાલશે. પહલગામ હુમલા બાદ કડક પગલું લેતા ફેનકોડે PSL 2025 સિઝનની બાકીની મેચોનું પ્રસારણ કરવાનો ઈનકાર કરી દીધો છે. અત્યાર સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ સંદર્ભમાં કોઈ નિવેદન જારી કર્યું નથી, પરંતુ ફેનકોડના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે.

ડ્રીમ-11એ લીધું પગલું
ફેનકોડ એકમાત્ર એવી ભારતીય કંપની નથી, જેણે પાકિસ્તાન પર ક્રિકેટિંગ સ્ટ્રાઈક કરી છે. ભારતીય ફેન્ટસી એપ ડ્રીમ-11એ પણ કડક પગલું લેતા તેની વેબસાઈટ અને એપ્લિકેશનમાંથી PSLની તમામ મેચો હટાવી દીધી છે. આ વખતે PSLની ટક્કર ઈન્ડિયન પ્રીમિયર લીગ સાથે થઈ રહી છે, એવામાં ફેનકોડ લાઈવ સ્ટ્રીમિંગ કંપનીના નિર્ણયને કારણે PSL અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આવકની દૃષ્ટિએ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

IPL 2025 મેગા ઓક્શન બાદ PSLનું ડ્રાફ્ટ યોજાયું હતું. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે જેથી એવા ખેલાડીઓને ખરીદી શકાય, જેઓ IPL 2025 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા હતા.

૧૫ હજાર મુસાફરોએ શ્રીનગરની ફ્લાઇટ ટિકિટ રદ કરી અથવા ફરીથી શેડ્યૂલ કરી, પહેલગામમાં થયેલા હુમલાની પર્યટન પર મોટી અસર

બિટકોઈન ₹8 કરોડ અને 10 ગ્રામ સોનું ₹8.8 લાખ થશે – જાણો જાણો કોણે કરી મોટી આગાહી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારીઓ તેજ, 23 એપ્રિલથી શરુ થશે વાતચીત

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

 

Back to top button