ભારત-પાકિસ્તાન હંમેશા વિવાદમાં હોય છે. આ વર્ષે રમાનાર એશિયા કપ વિશે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન કરે છે, પરંતુ BCCI સચિવ જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યો છે કે ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. BCCIના આ વલણ બાદ એશિયા કપને બીજે ક્યાંક શિફ્ટ કરવામાં આવી શકે છે. જોકે, PCB એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં જ કરાવવા પર અડગ છે. આ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ ભારતના PM મોદીને ખૂબ જ પ્રેમાળ અને કંઈક અંશે રમૂજી રીતે વિનંતી કરી છે કે PM મોદી ક્રિકેટને થવા દે.
અનેક આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાન પ્રવાસ કર્યો છે
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) દરમિયાન કેટલાક ભારતીય પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, “જ્યાં સુધી પાકિસ્તાનમાં સુરક્ષાનો પ્રશ્ન છે, તાજેતરમાં ઘણી આંતરરાષ્ટ્રીય ટીમોએ અમારી મુલાકાત લીધી છે. અમે ભારતમાં પણ સુરક્ષા બાબતે ખતરાનો સામનો કરતા હતા. પરંતુ જો બંને દેશોની સરકાર તરફથી પરવાનગી મળશે તો પ્રવાસ થશે. આ પછી આફ્રિદીએ ભારતના PM મોદીને ખૂબ જ પ્રેમાળ અને કંઈક રમૂજી સ્વરમાં વિનંતી કરી છે કે મોદી સાહેબ ક્રિકેટને થવા દો.
આ પણ વાંચો : પાકિસ્તાની ટેસ્ટ ટીમના કેપ્ટન બાબર આઝમની થશે હકાલપટ્ટી ? જાણો નવા PCB અધ્યક્ષે શું કહ્યું
BCCI એક મજબૂત બોર્ડ
શાહિદ આફ્રિદીએ ‘સ્પોર્ટ્સ તક’ પર વાત કરતા કહ્યું, “જો આપણે કોઈની સાથે મિત્રતા કરવા માંગીએ અને તે આપણી સાથે વાત ન કરે, તો એમાં આપણે શું કરી શકીએ? તેમાં કોઈ શંકા નથી કે BCCI એક મજબૂત બોર્ડ છે. જ્યારે તમે મજબૂત હોવ ત્યારે તમારી ઉપર વધુ જવાબદારી હોય છે. તમે વધુ દુશ્મનો બનાવવાનો પ્રયત્ન ન કરો, વધુ મિત્રો બનાવવાથી તમે મજબૂત બનો છો.
આ પણ વાંચો : પાકિસ્તાન : પેશાવર હાઈકોર્ટમાં પ્રખ્યાત વકીલ અબ્દુલ આફ્રિદીની બાર રૂમમાં ગોળી ધરબી હત્યા
શું PCB કમજોર છે?
શું PCB કમજોર છે? તેના જવાબમાં આફ્રિદીએ કહ્યું, “હું PCBને કમજોર તો નહીં કહું, પરંતુ સામેથી પણ જવાબ આવે. હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ, તમે મારી સાથે મિત્રતા જ ન કરો તો હું શું કરું.”
આ પણ વાંચો : પાકિસ્તાની ચાહકોએ કોહલીએ એશિયા કપ રમવા પાકિસ્તાન આવવા માટે કરી વિનંતી, ફોટો થયો વાયરલ
2005ના પ્રવાસની યાદ અપાવી
2005માં પાકિસ્તાનમાં રમાયેલી સિરીઝને યાદ કરતા શાહિદ આફ્રિદીએ કહ્યું, “તે સમયે મોટી મીડિયાના લોકો આવ્યા હતા. ભજ્જી, યુવી અને અન્ય ખેલાડીઓ બહાર પણ જતા હતા અને કંઈક ખરીદી પણ કરતા હતા. તે રેસ્ટોરન્ટમાં જતા ત્યારે તેમની પાસેથી કોઈ પૈસા લેતું ન હતું. આ જ બંને દેશોની સુંદરતા છે.”