સ્પોર્ટસ

ક્રિકેટર ઋષભ પંતે સર્જરી બાદ ચાલવાની પ્રેક્ટિસ કરતો પહેલો ફોટો કર્યો શેર, જાણો શું કહ્યું ?

Text To Speech

ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હાલમાં ક્રિકેટ એક્શનથી દૂર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક કાર અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે દર્દનાક અકસ્માત પછી, પંતને પ્રથમ દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોકિલાબેન હોસ્પિટલમાં ગયા મહિને પંતની સર્જરી કરવામાં આવી હતી. હવે રિષભ પંતે ટ્વિટર પર બે તસવીરો શેર કરી છે. શેર કરેલી આ બે તસવીરોમાં ઋષભ પંત ક્રેચના સહારે ચાલતો જોવા મળી રહ્યો છે. પંતના પગમાં પ્લાસ્ટર દેખાય છે. રિષભ પંતે આ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક પગલું આગળ, એક પગલું મજબૂત અને એક પગલું સારું.’ ઋષભ પંત સાથે માર્ગ અકસ્માત ત્યારે થયો જ્યારે તે પોતાની માતાને મળવા મર્સિડીઝ કાર ચલાવીને રૂરકી જઈ રહ્યો હતો. પંતની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી હતી. આ પછી ઋષભ પંત કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

Rishabh Pant Accident Image
Rishabh Pant Accident Image

પંત ઘણી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે

અત્યારે એ સ્પષ્ટ નથી કે રિષભ પંત ક્યારે મેદાનમાં પરત ફરશે. પરંતુ ઈજાના કારણે પંત આ વર્ષના મોટા ભાગના મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહે તેવી શક્યતા છે. પંત આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની હોમ સીરીઝમાંથી બહાર હતો તેમજ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમમાં તેની પસંદગી કરવામાં આવી નથી. પંતના આઈપીએલ અને એશિયા કપમાંથી પણ બહાર થવાની સંભાવના છે. હવે જોવાનું રહેશે કે રિષભ પંત ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ફિટ છે કે નહીં.

Rishabh Pant - Hum Dekhenge News
રિષભ પંત

કોણ બનશે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન?

રિષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં જો પંત આઉટ થાય છે તો દિલ્હી કેપિટલ્સે આગામી સિઝનમાં કેપ્ટનની શોધ કરવી પડશે. ડેવિડ વોર્નર કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે રિષભ પંતને લઈને એક રસપ્રદ નિવેદન આપ્યું છે. પોન્ટિંગે કહ્યું હતું કે જો પંત IPLમાંથી બહાર હોવા છતાં દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં રહેશે તો તે ખૂબ જ ખુશ થશે.

Back to top button