ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં મેચ રમતા આવ્યો હાર્ટએટેક, એક યુવકનું મોત

Text To Speech

ઘણા દિવસથી ક્રિકેટ મેચ દરમિયાન યુવકોના હાર્ટ એટેક આવવાથી મોતની ઘટના બની રહી છે ત્યારે અમદાવાદમાં વધુ એક યુવાન ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ છે. હજુ એક અઠવાડિયા પહેલા જ આવી જ ઘટના રાજકોટ અને સુરતમાં બની હતી ત્યારે શહેરમાં ફરી એકવાર આવી ઘટના બની હતી.

Vasant Rathod
Vasant Rathod

અમદાવાદમાં ક્રિકેટ મેચ દરમ્યાન GST કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. બોલિંગ કરતી વખતે યુવાનની તબિયત અચાનક બગડતા તે જમીન પર પટકાયો હતો અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. અમદાવાદ GST કર્મચારી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ રમાઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. મૃતક યુવાનનું નામ વસંત રાઠોડ જાણવા મળ્યુ હતું. તબીબોના જણાવ્યા મુજબ વસંત રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ કસરત પહેલા જરુરી છે વોર્મઅપ : હાર્ટ એટેક અને ઈજાનું જોખમ થશે ઓછુ

હજુ અઠવાડિયા પહેલા જ રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવતા યુવકનુ મોત થયુ હતું. આ ઉપરાંત સુરતમાં પણ ક્રિકેટ રમી ઘરે પરત આવતા યુવકને ગભરામણ થઈ જથા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નિપજ્યુ હતું.

Back to top button