ક્રિકેટર કોકેઈનના સોદામાં સપડાયો, હવે થશે સજાઃ જાણો કોણ છે એ નશેડી?

સિડની (ઓસ્ટ્રેલિયા), 13 માર્ચ, 2025: એક સમયે દુનિયાના ટોચના ક્રિકેટરોમાં સ્થાન પામનાર ખેલાડી હવે કોકેઈનના સોદામાં સપડાયો છે. એ છે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્પિનર સ્ટુઅર્ટ મેકગિલ. તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેને ડ્રગ્સના સપ્લાયમાં સામેલ હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. Cricketer caught in cocaine deal હવે આ માટે આઠ અઠવાડિયા પછી તેને સજા જાહેર કરવામાં આવશે. મેકગિલ પોતાની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયાની ઘણી મહત્વપૂર્ણ જીતનો ભાગ રહ્યો છે અને તે દિગ્ગજ સ્પિનર શેન વોર્ન સાથે પણ રમ્યો હતો. જોકે કોકેન કાંડમાં સપડાયા પછી હવે તેની સુવર્ણ કારકિર્દી કલંકિત થઈ ગઈ છે.
મળતા અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર સ્ટુઅર્ટ મેકગિલને કોકેઈનના સોદામાં સંડોવણીના સામાન્ય આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. જોકે ડ્રગની મોટા પાયે સપ્લાયમાં તેની સંડોવણીના આરોપમાંથી તેને ક્લીનચીટ આપવામાં આવી છે. ૫૪ વર્ષીય ભૂતપૂર્વ લેગ-સ્પિનરને એપ્રિલ ૨૦૨૧ માં ૩૩૦,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડૉલરના એક કિલો કોકેઈન સોદામાં સંડોવણીમાંથી સિડની ડિસ્ટ્રિક્ટ કોર્ટની જ્યુરી દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેને ડ્રગ સપ્લાયમાં સામેલ હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે જેના માટે તેને આઠ અઠવાડિયા પછી સજા ફટકારવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચુકાદો જાહેર થયો ત્યારે સ્ટુઅર્ટ મેકગિલના ચહેરા પર બહુ હાવભાવ નહોતા. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મેકગિલે સિડનીમાં તેના રેસ્ટોરન્ટમાં તેના નિયમિત ડ્રગ ડીલરનો તેના નજીકના સંબંધી મેરિનોસ સોટિરોપોલોસ સાથે પરિચય કરાવ્યો હતો. મેકગિલે કહ્યું કે તેને આ સોદાની જાણ નહોતી, પરંતુ ફરિયાદીઓએ દાવો કર્યો હતો કે તેમની સંડોવણી વિના આ સોદો શક્ય ન હોત.
સ્ટુઅર્ટ મેકગિલે 1998 માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ઓસ્ટ્રેલિયન ટીમ માટે 44 ટેસ્ટ મેચોમાં કુલ 208 વિકેટ લીધી. આ ઉપરાંત ત્રણ ODI મેચોમાં તેના નામે 6 વિકેટ છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ 2008 માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતની મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારની અગત્યની જાહેરાતઃ જાણો અહીં
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD