ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Cricket Update : એશિયન ગેમ્સ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત,ઋતુરાજ ગાયકવાડ હશે કેપ્ટન

Text To Speech

Asian Games :  એશિયન ગેમ્સ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રેલ બોર્ડે 15 સભ્યોની ભારતીય પુરુષ ટીમ અને મહિલાની જાહેરાત કરી છે.

એશિયન ગેમ્સમાં ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ

એશિયન ગેમ્સમાં ભારતીય ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ તરીકે પસંદગી કરવામાં આવી છે.આ ટીમમાં અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે જેમ કે રિંકૂ સિંહ, તિલક વર્મા, યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે.

 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી  રમાશે એશિયન ગેમ્સ 2023

19માં એશિયન ગેમ્સ 2023માં ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. જે ટી 20 ફોરમેટમાં રમાશે. 15 સભ્યોની કોર ટીમ ઉપરાંત પાંચ ખેલાડીઓને સ્ટેન્ડબાય રખાયા છે.

એશિયન ગેમ્સ 2023 મહિલાઓની ટીમ જાહેરાત

એશિયન ગેમ્સ 2023ને લઈને ભારતીય મહિલા ટીમ પણ જાહેર કરવામાં આવી છે.જેમાં હરમનપ્રીત કૌરને કેપ્ટન છે.

 

 

એશિયન ગેમ્સ 2023 માટે ઈન્ડિયન મેન્સ ટીમ : ઋતુરાજ ગાયકવાડ ( કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકૂ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ.

યુવા ક્રિકેટર રિંકુ સિંહને તક મળી

IPL 2023માં પોતાની આક્રમક બેટિંગથી સૌને પોતાના પ્રભાવિત કરનાર અને યુવા ક્રિકેટર રિંકુ સિંહને પણ એશિયન ગેમ્સ માટે ઈન્ડિયન ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. રિંકુએ કોલકાતા માટે શાનદાર ગેમ રમી હતી, જેના કારણે ઈન્ડિયન ટીમમાં તેની દાવેદારી મજબૂત ગણવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝ ટૂર પર પણ રિંકુ સિંહના નામને લઈને ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ તેને તક મળી નહોતી. રિંકુ સિવાય પંજાબ કિંગ્સ માટે રમનારો વિકેટકીપર બેટ્સમેન પ્રભસિમરન સિંહ પણ ટીમમાં સામેલ થયો હતો.

આ પણ વાંચો :  India vs West Indies : ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે મેળવી શાનદાર જીત, ભારતીય ઓપનરનું શાનદાર પ્રદર્શન

Back to top button