અમદાવાદ: IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ રાજસ્થાન રોયલ્સન અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની છે. આ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓ ખુબ ઉત્સાહીત જોવા મળી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો ઉત્સાહ વધારવા માટે બિહાર,કર્ણાટક,મહારાષ્ટ્ર જેવા રાજ્યમાંથી લોકો અમદાવાદ આવ્યા હતા. આ મેચ પહેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ટી-શર્ટોનું ધુમ વેચાણ થયું હતું, આ ઉપરાંત વિરાટ કોહલી,હાદીક પંડીયા,સંજુ સેમસનના ટી-શર્ટ પહેરીને ક્રિકેટ પ્રેમીઓ પોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યા છે.
ટિકિટ ખરીદવા માટે પડાપડી
મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. પરંતુ બપોરે અઢી વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. અત્યારે ગેટ નંબર એક પાસે બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે. ધીમે ધીમે મેચ જોવા માટે લોકો આવી રહ્યા છે. આ મેચને લઈને લોકોમાં ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે. બપોરના બાર વાગ્યાથી જ સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ક્રિકેટના ચાહકો પહોંચી ગયા છે. સ્ટેડિયમની બહાર ઉભા રહીને ફોટો પડાવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ચાહકો ટિકિટ મળી રહે તે માટે ટિકિટ બારીએ પૂછપરછ કરી રહ્યા છે.
કર્ણાટકથી બેંગલોરની ટીમને સપોર્ટ કરવા આવેલા રામ કૃષ્નાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું વિરાટ કોહલીનો ફેન છું, અને આજે બેંગ્લોરની ટીમને સપોર્ટ કરવા માટે આવ્યો છું. હું આશા રાખું છું કે આજે બેંગલોરની ટીમ જીતે અને ફાઈનલમાં પ્રવેશે. ગુજરાત ટાઈટન્સની ટીમ પણ સારી રીતે રમે છે અને આજની મેચમાં હર્ષલ પટેલ, ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી અને ડુપ્લેસીસ સારું પ્રદર્શન કરે તેવી મને અપેક્ષા છે.
બંને ટીમની સંભવીત 11 ખેલાડીઃ રાજસ્થાન રોયલ્સની સંભવીત 11 ખેલાડી: સંજુ સેમસન (કેપ્ટન,વિકેટકીપર ), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, રીયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિધ્ધ કૃષ્ના, ઓબેન મેકોય
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સંભવીત 11 ખેલાડી: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, દિનેશ કાર્તિક, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, શાહબાઝ અહેમદ, મહિપાલ લોમરોર, મોહમ્મદ સિરાજ, જોશ હેઝીલવુડ