ક્રિકેટ ફિવર : ભારત-પાકિસ્તાન મેચની 90 હજાર ટિકિટો માત્ર 10 મિનિટમાં વેચાઈ ગઈ
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી ICC T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ICC T20 વર્લ્ડ કપ માટે અત્યાર સુધી 6,00,000 કરતાં પણ વધુ ટિકિટો વેચાઈ ગઈ છે, અને તેમાં ભારત-પાકિસ્તાન મેચની 90,000 જેટલી ટિકિટો તો માત્ર 10 મિનીટમાં જ વેચાઈ છે. જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો : વર્લ્ડકપની ટીમથી ખુશ નથી આ પૂર્વ કોચ : કહ્યું – ઉમરાન મલિકને તક કેમ ન આપી?
ભારત-પાકિસ્તાન મેચની 90 હજાર ટિકિટો માત્ર 10 મિનિટમાં જ વેચાઈ ગઈ
આ વૈશ્વિક ઇવેન્ટ, 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે, જેમાં પ્રારંભિક તબક્કાની મેચો રમાશે. આ પછી 22 ઓક્ટોબરથી મોટી ટીમોની મેચો શરૂ થશે. ઓસ્ટ્રેલિયાના સાત શહેરો આ મેચોનું આયોજન થઈ રહી છે. આ વર્લ્ડ કપની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે ન્યૂઝીલેન્ડ 22મી ઓક્ટોબરે રમાશે.આ મેચની પણ તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આ પછી બીજા દિવસે એટલે કે 23 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે પણ મેચ રમાશે, જેની માત્ર 10 મિનિટમાં જ 90,000થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. નામિબિયા અને શ્રીલંકા વચ્ચેની મેચના શરૂઆતના દિવસની માત્ર થોડી જ ટિકિટો બાકી છે.
ઓક્ટોબરમાં સંપૂર્ણ સ્ટેડિયમ ભરેલું જોવું ખૂબ જ સારું : વર્લ્ડ કપના વડા
ICC T20 વર્લ્ડ કપના વડા મિશેલ એનરાઇટે કહ્યું હતું કે, “અમને આનંદ છે કે અમારી પાસે આ રવિવારે જીલોંગમાં ઇવેન્ટની શરૂઆતની મેચ અને એક અઠવાડિયા પછી સુપર 12 ટીમોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો તૈયાર છે. ઓક્ટોબરમાં ક્રિકેટ માટે સંપૂર્ણ સ્ટેડિયમ ભરેલું જોવું ખૂબ જ સારું રહેશે.” સ્પર્ધા પહેલા ટિકિટનું સત્તાવાર વેચાણ કેન્દ્ર દ્ધારા શરૂ કરવામાં આવશે, જ્યાં ચાહકો ફેસ વેલ્યુ પર ટિકિટની આપ-લે કરી શકશે. 27 ઓક્ટોબરે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ આફ્રિકા વિ. બાંગ્લાદેશ અને ભારત વિરુદ્ધ ગ્રૂપ A રનર્સ-અપ જેવી ડબર હેડર મેચો રમાશે. આ મેચની તમામ ટિકિટો પણ વેચાઈ ગઈ છે.
બાળકો માટેની ટિકિટ $5 થી અને પુખ્તવય માટે $20 થી ટિકિટો શરૂ
આ ઉપરાંત વર્લ્ડ કપનાવડા મિશેલ એનરાઇટે કહ્યું હતું કે ,”મોટાભાગની મેચો માટે હજુ પણ ટિકિટ ઉપલબ્ધ છે, પરંતુ ચાહકોને હજુ પણ કુટુંબ-મૈત્રીપૂર્ણ ભાવે t20worldcup.com પર તેમની બેઠકો સુરક્ષિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પ્રથમ રાઉન્ડ અને સુપર 12 મેચો માટે બાળકો (2-16 વર્ષનાં) માટેની ટિકિટ માત્ર $5 છે અને પુખ્ત ટિકિટ $20 થી શરૂ થાય છે. ICC T20 વર્લ્ડ કપના વડા મિશેલ એનરાઇટે દર્શકોને કહ્યું હતું કે, “ભલે તમે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ભારત, પાકિસ્તાન અથવા અન્ય કોઈ ટીમને સમર્થન આપો છો, પરંતુ સાત યજમાન શહેરોમાં હજુ પણ કેટલીક શ્રેષ્ઠ બેઠકો ઉપલબ્ધ છે.”