અમદાવાદગુજરાત

અમદાવાદમાં કરોડોના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, CID ક્રાઈમે બુકી પ્રવિણ જૈનને ઝડપ્યો

Text To Speech

અમદાવાદ, 11 જુલાઈ 2024, શહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતાં અનેક બુકીઓ પકડાઈ રહ્યાં છે. CID ક્રાઈમે અમદાવાદ શહેરના એક વૈભવી બંગલામાં દરોડા પાડી પાડી કરોડો રૂપિયાના સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રવિણ જૈન નામના આરોપીની ધરપકડ કરી CIDના સીઆઈ સેલે ક્રિકેટ સટ્ટાના આઈડીની લે-વેચ કરનારા 8 શખ્સોના નામ ફરિયાદમાં દાખલ કર્યાં છે. શ્રીલંકા પ્રીમિયર લીગની કોલંબો સ્ટ્રાઈકર વિરૂદ્ધ જાફના કિંગ્સની મેચ પર બુકી પ્રવિણ જૈન પોતાના મકાનમાં સટ્ટો રમાડતો હતો.

1 કરોડ 51 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત
પ્રાપ્ત વિગતો પ્રમાણે CIDના CI સેલને પ્રવિણ જૈનના મકાનમા સટ્ટો રમાય છે એવી ખાનગી બાતમી મળી હતી.બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમે અમદાવાદના થલતેજ ખાતે આવેલા બુકી પ્રવિણ જૈનના મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન પ્રવિણ જૈને કબૂલાત કરી હતી કે, તેના ઘરમાં જે મોબાઈલ પડ્યાં છે તેમાં ક્રિકેટ બેટિંગ આઈડી સટ્ટો રમવા ઈચ્છુક લોકોને આઈડી આપે છે. CID ક્રાઈમની CI Cell ની ટીમે કાર્યવાહી દરમિયાન જપ્ત કરેલા 15 મોબાઈલ ફોન, લેપટોપ અને દોઢ કરોડની પોર્શ કાર સહિત કુલ 1 કરોડ 51 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત ફરિયાદમાં ભૈરવ બીટી, કુકી, રાધે, બાલાજી, બાલા, રામભાઇ, શનિ અને કપિલ બાલોતરાને ફરિયાદમાં ફરાર દર્શાવ્યા છે.

13 મોબાઈલ ફોન પણ બંધ હાલતમાં મળ્યા હતા
CIDના CI સેલની ટીમે બુકી પ્રવિણ જૈનની જડતી લેતા પેન્ટના ખિસ્સામાંથી ચાર ફોન મળ્યા હતા. ચાર ફોન પૈકી 1 મોબાઈલ ફોનમાં બુકી પ્રવિણ જૈન ક્રિકેટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોતો હતો. આ ઉપરાંત અન્ય 13 મોબાઈલ ફોન પણ બંધ હાલતમાં મળ્યા હતા. ત્રણ મોબાઈલ ફોનમાંથી અલગ અલગ ID મળ્યા હતા. જેમાં રહેલી બેલેન્સ સીટ તપાસતા 21.30 કરોડથી વધુ રકમનો હિસાબ મળ્યો હતો. લેપટોપમાંથી કેટલીક એપ્લિકેશનો પણ મળી હતી. CIDની પ્રાથમિક પુછપરછમાં બુકી પ્રવિણ જૈને કબૂલ્યું હતું કે,અમદાવાદના ભૈરવ બીટી પાસેથી માસ્ટર આઈડી મેળવી તેણે કુકીને 30 લાખમાં આપ્યું હતું. બીજુ એક આઈડી બાલાજી, રામભાઇ અને બાલાને આપ્યું હતું. ભૈરવ પાસેથી લીધેલું આઈડી સુરતના શનિને 15 લાખમાં આપ્યું હતું. આ ઉપરાંત ભૈરવે આપેલું આઈડી કપિલ બાલોતરાને 30 લાખમાં આપ્યું હોવાની જણાવ્યું હતું.

આ પણ વાંચોઃબનાસકાંઠા : પાલનપુરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાંથી તસ્કરો રૂ. ૪૦ હજારના વાસણો ચોરી ગયા

Back to top button