ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેમાં 182 બેઠકોમાંથી 156 બેઠકો ભાજપને મળી છે. ત્યારે સુરત ભાજપ દ્વારા અભિવાદન અને ઋણ સ્વીકાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગઇકાલે હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: સુરત: કારીગરે રૂપિયાની લેતી-દેતીમાં 3 માલિકોની હત્યા કરી, જુઓ વીડિયો
સમારોહ રવિવારે સાંજે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજ્યો
ભાજપ દ્વારા અભિવાદન અને ઋણ સ્વીકાર સમારોહમાં 25 હજારની મેદની ઉમટી હતી. તેમજ ગૃહમંત્રીએ વર્ચ્યુઅલ ભાગ લીધો હતા. જેમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતુ કે નવી પાર્ટી આવી, નવી નવી જાહેરાતો કરી છતાં પણ સૂપડાં સાફ થઈ ગયાં છે. ભાજપ સુરત દ્વારા અભિવાદન અને ઋણ સ્વીકાર સમારોહ રવિવારે સાંજે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજ્યો હતો.
કોંગ્રેસ અને આપને આડે હાથ લેધા
અભિવાદન અને ઋણ સ્વીકાર સમારોહમાં અમીત શાહે જીતનો શ્રેય પેજ કમિટી બનાવી સફળતા મેળવનાર સી.આર.પાટિલને આપ્યો હતો. સાથે વિરોધ પક્ષને આડે હાથ લીધા હતાં. સી.આર.પાટિલે જીત માટે તમામ કાર્યકર્તાઓ મતદાતાઓ અને પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમીત શાહનો ઋણ સ્વીકાર કર્યો હતો સાથે કોંગ્રેસ અને આપને આડે હાથ લેવાનું ચુક્યા ન હતાં.
ગુજરાતમાં સી.આર.પાટીલે ચરિતાર્થ કરી બતાવ્યો
અમીત શાહે જણાવ્યું હતું કે,જીતનો સંપૂર્ણ યશ પેજ પ્રમુખથી લઈ પ્રદેશ અધ્યક્ષ સુધીના તમામ ને યશ જાય છે. ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને મનથી સ્વીકારે છે બે બે વાર 26માંથી 26 બેઠક આપવી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સી.આર.પાટીલે પેજ પ્રમુખની નીચે સુધી નોંધણી કરી તે જીત અપાવી છે. બીજેપીના કાર્યકર્તાઓએ અભૂતપૂર્વ વિક્રમ સર્જયો છે. પેજ પ્રમુખને ગુજરાતમાં સી.આર.પાટીલે ચરિતાર્થ કરી બતાવ્યો છે.