મધ્ય ગુજરાત

જંત્રીના ભાવ વધારા ના વિરોધમાં ક્રેડાઈ અમદાવાદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

Text To Speech

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં એકાએક બમણો વધારો કરી દેવાતા બિલ્ડર એસોસિએશન નારાજ થયો છે ત્યારે સરકાર સમક્ષ પોતાની માંગોની રજૂઆત કરી ચૂક્યા છે પણ સરકાર દ્વારા આ બાબતે હજી પણ કોઈ સ્પષ્ટ વલણ ન બતાવતા આજરોજ ગુજરાત સહિત અમદાવાદ ક્રેડાઈ દ્વારા જંત્રીના દરમાં કરાયેલો વધારા અંગે વિચાર વિમર્શ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને સાથે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : બિલ્ડરો લડી લેવાના મૂડમાં, આગામી સમયમાં આંદોલન કરે તો નવાઈ નહીં !
જંત્રી - Humdekhengenewsજંત્રીના ભાવમાં વધારો થયા બાદ ક્રેડાઈ સહિત અન્ય બિલ્ડર એસોસિએશન પણ ગુજરાત સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં સરકાર દ્વારા કોઈ જવાબ ન આપતા આજે સમગ્ર ગુજરાતમાં ક્રેડાઈ અને અન્ય બિલ્ડર એસોસિએશન દ્વારા વિવિધ જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જંત્રીના નવા દરમાં વિચાર કરી સાઇન્ટિફિક રીતે જંત્રી તૈયાર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. એક તરફ આજરોજ અમદાવાદ મ્યુનિસિસપલ કોર્પોરેશન દ્વારા આગામી ત્રણ વર્ષ માટે નવા જંત્રીના દર લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકાર આ બાબતે વિચાર કરે છે કે કેમ તેના પર સૌ કોઇની નજર છે.

આ પણ વાંચો : BAOU વિવાદ : યુનિવર્સિટી પર લાગેલા આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ, જાણો સાચી વાત Hum Dekhenge ની સાથે
જંત્રી - Humdekhengenewsઉલ્લેખનીય છે કે અગાઉ ક્રેડાઈ દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી પણ હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા આજે ક્રેડઈ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી જંત્રીમાં સુધારો કરવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત સરકાર આગામી સમયમાં શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.

Back to top button