પેટ ભરેલુ હોય તો પણ થાય છે ક્રેવિંગ? આ રીતથી મેળવો છુટકારો
- ફુડ ક્રેવિંગ મેદસ્વીતાના લીધે થાય છે
- ફુડ ક્રેવિંગ લાઇફસ્ટાઇલ ડિસીઝને આમંત્રે છે
- જમ્યા બાદ થોડુ જરૂર ચાલો
ઘણી વખત આપણે એવુ જોયુ છે કે પેટ ભરેલુ હોય છતાં પણ ભુખનો અહેસાસ થવા લાગે છે. આ કારણે કંઇક ચટપટુ કે મીઠુ ખાવાનું મન થાય છે. આ પ્રકારનું ફુડ ક્રેવિંગ ખાસ કરીને મેદસ્વીતાના કારણે થતુ હોય છે. ટાઇમ વગર ખાવાથી મેદસ્વીતા ઉપરાંત કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી અનેક બિમારીઓ થઇ શકે છે. આવા સંજોગોમાં જરૂરી છે કે ફુડ ક્રેવિંગને ઘટાડવામાં આવે. ફાઇબર અને પ્રોટીન વાળા ફુડ ખાધા બાદ પણ જો તમને ફુડ ક્રેવિંગ થવા લાગતુ હોય તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો. તેનાથી તમને ઘણે ખરે અંશે ફુડ ક્રેવિંગથી બચવામાં મદદ કરશે.
ગરમ અને ફ્રેશ ખાવ
આયુર્વેદ અનુસાર હંમેશા ફ્રેશ અને ગરમ જ ખાવુ જોઇએ. તેનાથી પેટ ભરાવાની સાથે માનસિક સંતુષ્ટિ પણ મળે છે. ભોજન કરવાથી જેટલુ પેટનું ભરાવુ જરૂરી છે, તેટલુ મનનું ભરાવુ પણ જરૂરી છે. તેથી ગરમ ભોજન ખાવ. ગરમ ભોજન સ્વાદેન્દ્રીયોને જગાડે છે અને જમવાની સંતુષ્ટિ મળે છે.
જમ્યાના એક કલાક બાદ પાણી જરૂર પીવો
જમ્યા બાદ તરત પાણી પીવાની મનાઇ છે, પરંતુ ભોજન કર્યાના એક કલાક બાદ જરૂર પાણી પીવો. જ્યારે તમે જમો છો ત્યારે તેના એક કલાક બાદ તમને ક્રેવિંગ જેવુ લાગે છે. ત્યારે તમારુ શરીર પાણીની ડિમાન્ડ કરતુ હોય છે. તે સમયે એક ગ્લાસ પાણી પીવાથી તમારુ ક્રેવિંગ ઘટી જશે અને તમને પેટ ભરેલુ હોવાનો અહેસાસ થશે.
સ્લીપ પેટર્ન
સુવાના અને સવારે ઉઠવાના ટાઇમ ફિક્સ રાખો. જેના કારણે તમારુ શરીર તે સમયે આરામ કરી શકે. સવારે જલ્દી ઉઠવા અને રાતે જલ્દી સુવાથી તમે ફુડ ક્રેવિંગ જેવી સમસ્યાઓથી બચી શકો છો.
ડાયેટિંગ નહીં એક્સર્સાઇઝ પણ જરૂરી
જો તમે માત્ર ડાયેટ ફોલો કરીને સ્લિમ થવા ઇચ્છતા હોય તો તે કામ અઘરુ છે. તેથી હંમેશા એક્સર્સાઇઝ અને વોક જરૂર કરો. જેથી કરીને યોગ્ય ડાયેટના લીધે તમારુ બોડી શેપમાં આવી શકે.
ચા કે કોફીના બદલે પાણી
જમ્યા બાદ તમને કંઇક સ્વીટ ડ્રિંક કે ચા પીવાનું મન થવા લાગે તો હુંફાળુ પાણી પી લો. તે તમારુ ફુડ ક્રેવિંગ કરવામાં મદદ કરશે.
જમ્યા બાદ થોડુ ચાલો
જમ્યા બાદ થોડુ ચાલવાથી ભોજન પચવાની જગ્યાએ પહોંચી જશે અને તમારુ ફુડ ક્રેવિંગ ઘટી જશે. તમને પેટ ભરાયેલુ હોવાનો અહેસાસ થશે.
આ પણ વાંચોઃ લગ્ન માટે પાર્ટનર પસંદ કરતા પહેલા ખાસ પુછી લેજો આ સવાલ