- બાપુનગરના અનિલ સ્ટાર્ચના વિકાસ એસ્ટેટમાં લાગી આગ
- ફાયબ્રિગેડની 20 ગાડી ઘટના સ્થળે પહોંચી
- આસપાસની સોસાયટીના લોકોને અન્ય સ્થળે ખસેડાયા
અમદાવાદમા બાપુનગરમાં આગ લાગી છે. જેમાં બાપુનગરના અનિલ સ્ટાર્ચના વિકાસ એસ્ટેટમાં ભયંકર આગ લાગી છે. તેમાં ફટાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે. ત્યારે ફાયબ્રિગેડની 20 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.
અમદાવાદના બાપુનગરમાં નૂતનમિલ પાસે આવેલ વિકાસ એસ્ટેટમાં આગ
#ahmedabad #ahmedabadupdate #fire #blast #vikasestate #Gujarat #GujaratNews #humdekhengenews pic.twitter.com/AUBQlaVCcN— Hum Dekhenge News (@humdekhengenews) May 10, 2023
આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો
આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે. તેમજ આસપાસની સોસાયટીના લોકોમાં ભયનો માહોલ છે. અમદાવાદમાં બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અમદાવાદ લાગી છે. આગને પગલે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ આગ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ રહી છે જેમા 20 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.
આગ લાગવાના ધુમાડાના ગોટેગોટા એક કિલોમીટર દૂર સુધી દેખાયા
અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર સંજયનગરના છાપરા સામે આવેલા વિકાસ એસ્ટેટમાં ફટાકડા બજાર આવ્યું છે. જેમાં બપોરે 4 વાગ્યાની આસપાસ એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગવાના ધુમાડાના ગોટેગોટા એક કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા હાલ ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી રહી છે.
આસપાસની સોસાયટીમાં રહેતા લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા
આગ એટલી ભયંકર લાગી છે કે આસપાસની સોસાયટીમાં રહેતા લોકોને ઘર ખાલી કરી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ આગમાં કોઇ જાનહાની થઇ ના હાલ કોઇ સમાચાર આવ્યા નથી.