અમદાવાદમાં મીટર વિનાની રિક્ષાઓ વિરુદ્ધ સપાટોઃ પાંચ દિવસમાં આટલા લાખનો દંડ વસુલાયો
અમદાવાદ, 6 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં મીટર વિના ચાલતી રિક્ષાઓ વિરુદ્ધ શહેર ટ્રાફિક પોલીસે છેલ્લા પાંચ દિવસમાં મોટાપાયે સપાટો બોલાવીને પ્રશંસનીય કામગીરી કરી છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર નવા વર્ષે એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધીમાં કાયદાનું પાલન નહીં કરનારા રિક્ષાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષામાં મીટર ન લગાવવા બાબતે તા.૦૫/૦૧/૨૦૨૫ ના રોજ કરેલ કામગીરી. તથા તા.૧ થી ૫ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરેલ કામગીરી.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #autorickshaw #autorickshawmeter @AhmedabadPolice @GujaratPolice pic.twitter.com/akErIzAjIL
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) January 6, 2025
શહેર ટ્રાફિક પોલીસે પાંચ દિવસમાં જેમણે મીટર લગાવ્યા નથી એવા 5297 રિક્ષાવાળાઓ સામે કાર્યવાહી કરી છે. આ નિયમભંગ કરનારા રિક્ષાવાળાઓ પાસેથી અત્યાર સુધીમાં રૂ. 29,54,700 (ઓગણત્રીસ લાખ ચોપન હજાર સાતસો રૂપિયા) દંડ રૂપે વસુલ કરવામાં આવ્યા છે.
નોંધપાત્ર છે કે, શહેર પોલીસે ગયા મહિનાના અંતમાં એક જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં રિક્ષાઓમાં 1 જાન્યુઆરી, 2025થી મીટર ફરજિયાત કર્યા છે. મોટાભાગના રિક્ષાવાળાઓએ કાયદાનું યોગ્ય પાલન કરીને મીટર લગાવડાવી દીધા છે, પરંતુ હજુ અનેક રિક્ષાવાળા તેનું પાલન કરવા તૈયાર નથી અને તેઓ આ નિયમનો વિરોધ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદની રિક્ષાઓમાં આજથી ડિજિટલ મીટર ફરજિયાત કરવામાં આવ્યું
આ પણ વાંચોઃ અમદાવાદમાં રિક્ષાઓ માટે જાન્યુઆરીથી મીટર ફરજિયાત
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD