રાજકીય નહીં પણ વિદ્યાર્થી માર્ગે આગળ વધશે CR પાટીલના પુત્ર જિજ્ઞેશ, VNSGU સેનેટ ચૂંટણીમાં ABVP ઉમેદવારોની યાદી જાહેર
હવે યુવાન નેતાઓ માટેના પ્રવેશ માર્ગ બની રહી છે યુનિવર્સિટીના સેનેટની ચૂંટણી. જેના દ્વારા ઘણાં નેતાઓ પોતાની રાજકીય કારર્કિદીની શરૂઆત કરતાં હોય છે. તે દિશામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની સેનેટની 32 બેઠકો માટે આગામી 14 ઓગસ્ટે ચૂંટણી જાહેર કરાય છે. તેવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP)ચૂંટણી લડનારા ડોનર અને જનરલ બેઠક 12 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં ચાર ઉમેદવાર રિપિટ થયા છે, જ્યારે આઠ ઉમેદવાર નવા છે, જેમાં ડોનર બેઠક પરથી જિજ્ઞેશ પાટીલ ચૂંટણી લડનાર છે.
ભલે જિજ્ઞેશ પાટીલ રાજકીય રીતે એક્ટિવ ન હોય પણ સામાજિક ધોરણે ઘણાં સક્રિય છે. તેઓ યુથ ફોર ગુજરાતના પ્રમુખ છે. તેમજ ગુજરાત ફુટબોલ એસોશિએશનના ઉપ પ્રમુખ તરીકે યુવા વર્ગની સાથે જોડાયેલા છે. તેમજ સુરત જિલ્લા બાસ્કેટ બોલ એસોશિએસનના પણ તેઓ પ્રમુખ તરીકે કાર્યરત છે. આમ યુથના ઘણાં નજીક રહીને જિજ્ઞેશ પાટીલ કામ કરી રહ્યા છે. જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન આપ્યું છે અને એ રૂએ તેઓ દાતા વર્ગની સેનેટની ચૂંટણી લડી રહ્યા છે. આ દિશામાં હવે VNSGU ના સેનેટની ચૂંટણીમાં તેઓ આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો : સ્માર્ટ સીટીના રસ્તા રિપેર તો થયા પણ પાછા જેવા હતા તેવા, SMC અને AMC નું તંત્ર ક્યારે જાગશે ?
VNSGU ની સેનેટ ચૂંટણી-2022ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. કુલ 6 વિભાગોની 32 બેઠકો છે. VNSGU સેનેટના ઉમેદવારોએ 6ઠ્ઠી ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. 7 ઓગસ્ટ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે. 9 ઓગસ્ટ ઉમેદવારી પત્રક પરત ખેચવાની છેલ્લી તારીખ છે. નોંધનીય છે કે ABVPએ ચાર ઉમેદવારોને રિપિટ કર્યા છે. જેમાં ડૉ. કશ્યપ ખરચિયા, ભાવિન પટેલ, ગણપત ધામેલિયા અને કનુ ભરવાડ રિપિટ થયા છે. ડૉ. કશ્યપ ખરચિયા આ વખતે હોમિયોપેથિક ફેકલ્ટીની જગ્યાએ ડોનર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે.
ABVPના ડોનર બેઠકના ઉમેદવારો
- ડૉ. કશ્યપ ખરચિયા
- જિગ્નેશ પાટીલ
ABVP ની જનરલ બેઠકના ઉમેદવાર
- ફેકલ્ટી- ઉમેદવારનું નામ
- કોમર્સ – પ્રધ્યુમનભાઈ જરીવાલા
- આર્ટ્સ – કનુભાઈ ભરવાડ
- એજ્યુકેશન – ભાર્ગવભાઈ રાજ્યગુરુ
- કોમ્પ્યુટર સાયન્સ – ગણપતભાઈ ધામેલીયા
- મેનેજમેન્ટ – દિશાંતભાઈ બાગરેચા
- સાયન્સ – અમિતભાઈ નાથાણી
- બી.આર.એસ. – ભાવિનભાઈ પટેલ
- આર્કિટેક – ભુવનેશભાઈ માંગરોળિયા
- હોમિયોપેથી – ડૉ. સતીશભાઈ પટેલ
- મેડિકલ – ડૉ. ચેતનભાઈ પટેલ