ગુજરાતટોપ ન્યૂઝ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને CR પાટીલની મોટી જાહેરાત, ભાજપ અપનાવશે નો-રિપીટ થિયરી

Text To Speech

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ સી આર પાટીલે મોટુ નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યું કે, ‘નવા નેતાઓની પસંદગી કરાશે તેમજ નો રિપીટ થિયરી મુજબ નિયુક્તિ કરાશે’ વધુમાં તેમણે કહ્યું કે નવા કાર્યકરોને તક મળશે, 1500 જેટલા પદ ઉપર નિયુક્તિ કરવામાં આવશે, પાર્ટીમાં નવા લોકોને તક મળે તે માટે આ નિર્ણય કરવામા આવ્યો છે.

CR પાટીલે કરી મોટી જાહેરાત

ગુજરાત ભાજપ દ્વારા પાલિકા અને કોર્પોરેશનને લઇને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે. આ અંગે માહિતી આપતા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મીડિયાને જણાવ્યું હતુ કે ‘ વધુમાં વધુ નવા લોકોને તક મળે તે માટે નો-રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. આ વખતે ભાજપ કુલ 90.5 ટકા બેઠકો જીત્યું છે.જેથી વધુથી વધુ લોકોને તક મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.

કાર્યકર સામે થયેલા આક્ષેપની કરાશે ચકાસણી

વધુમાં તેમણે કહ્યું કે નવા નેતાઓની પસંદગીમાં દરેક કાર્યકરની સિનિયોરિટી, આવડત, આક્ષેપ વગેરેને ધ્યાનમાં લેવાશે. તેમજ કાર્યકર સામે થયેલા આક્ષેપની ચકાસણી પણ કરાશે. આજે ગુજરાત ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં પારદર્શીક રીતે આ અંગે મંથન કરાશે.

આ પણ વાંચો : સ્વામિનારાયણ સંપ્રદાય VS સનાતન ધર્મ: સાધુ સંતોની મળેલી બેઠકમાં પસાર કરાયા 14 ઠરાવ, જાણો શું છે રણનીતિ

Back to top button