સી આર પાટીલની સામાન્ય કાર્યકર્તાથી લઈ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુધીની કાર્યશીલ યાત્રા
20 જુલાઈ 2020ના રોજ સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના 13 માં પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીને એક નવી ઉંચાઈએ પહોંચાડવાનું કામ માત્ર બે વર્ષેના સમયમાં કર્યું છે. તેમના બે વર્ષના સમયગાળાના મહત્વના નિર્ણયો અને ચૂંટણીઓની વાત કરવામાં આવે તો, 21 જુલાઇ 2020ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સાંભળ્યા બાદ સી. આર પાટીલે સંગઠનને મજબૂત કરવા કામગીરી હાથ ધરી હતી.
28 જુલાઈ 2020ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની મુલાકત બાદ પોતાના સૌરાષ્ટ્ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. સૌરાષ્ટ્ પ્રવાસના શરૂઆતની સાથે જ સી.આર. પાટીલ દ્વારા સંગઠન કાર્યકરોને સાંભળવા પહેલો નિર્ણય 19 ઓગષ્ટના રોજ લીધો જે અંતર્ગત 25 ઓગષ્ટથી સરકારના એક મંત્રી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેસી કાર્યકરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રારંભ કર્યો હતો.
કેવી રીતે કરી કામની શરૂઆત ?
19 ઓગષ્ટથી 22 ઓગષ્ટ 2020 ના સૌરાષ્ટ્ પ્રવાસની શરૂઆત સી.આર. પાટીલે સોમનાથ મંદિરના દર્શન સાથે કરી હતી. આ જ પ્રવાસમાં પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ખોડલ ધામ ખાતે સી.આર. પાટીલની રજત તુલા કરવામાં આવી હતી. જ્યારે 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેબર દરમ્યાન ઉત્તર ગુજરાતના પ્રવાસનો પ્રારંભ અંબાજી ખાતે દર્શન કરી કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન ઊંઝા ઉમિયા ધાર અને વાળીનાથ ખાતે સી આર પાટીલ ની રજત તુલા કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમ્યાન જ સી આર પાટીલે કોરોના ગ્રસ્ત થયા અને 9 સપ્ટેમ્બરના રોજ અપોલો હોસ્પિટલમાં દાખ થયા. સૌરાષ્ટ્, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રવાસની સાથે જ સી આર પાટીલે ભાજપના કાર્યકરોમાં જોશ પુરવાનું કામ કર્યું.
ગુજરાતમાં ઐતહાસિક જીત
દક્ષિણ ગુજરાતના કાર્યકરો તો સી આર પાટીલની વર્કિંગ સ્ટાઇલથી જાણીતા જ હતા. 24 સપ્ટેમ્બર 2020ના રોજ પેજ સમિતિ કાર્યક્રમનો પ્રારંભ કરી રાજ્યમાં આવેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણી તૈયારીનો પ્રારંભ કર્યો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી 10 નવેમ્બર 2020 ના રોજ 8માંથી 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાવા માં સફળ રહ્યું. પહેલી વખત ડાંગ જેવી વિધાનસભા પર ભાજપે ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી. પેટા ચૂંટણી પૂર્ણ થતાં જ 9 નવેમ્બર 2020 ના રોજ સી આર પાટીલ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણુંક કરવામાં આવી. તો 7 જાન્યુઆરી 2021 ના રોજ પ્રદેશ ભાજપ સંગઠન ના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી.ત્યાર બાદ રાજ્ય સભા બે બેઠકોની ચૂંટણી પણ બિન હરીફ રીતે જીત મેળવી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત
આ સાથે જ સી.આર. પાટીલે સ્થનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીનો પ્રારંભ કર્યો. જે અંતર્ગત પહેલી વખત પ્રદેશ ભાજપના ઇતિહાસમાં ટિકિટ મેળવવા માટેના નિયમોનું ચુસ્ત પણે અમલીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં 60 વર્ષેથી ઉપરનાને ટિકિટ નહિ, પરિવારના સભ્યોને ટિકિટ નહિ અને ત્રણ ટર્મ ચૂંટાયેલા હોદ્દેદારને ટિકિટ નહિ આપવાનો નિર્ણય કર્યો. આ સાથે જ 23 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં 6માંથી 6 મહાનગરો પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.તો 2 માર્ચે ના રોજ આવેલા પરિણામમાં ભાજપે 31 જિલ્લા પંચાયત,205 તાલુકા પંચાયત,અને 75 નગરપાલિક માં ઐતિહાસિક જીત મેળવી હતી.તો ત્યારબાદ થયેલ મોરવાહડફ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી હતી.તો બે વર્ષે ના સમયગાળામાં સહકારી સંસ્થાઓમાં પણ ભાજપ નો ડંકો વગાડ્યો છે.
નવા મુખ્યમંત્રી અને નવી સરકાર
કોરોનાની બીજી લહેરના પ્રારંભ થતાની સાથે જ સી.આર. પાટીલે સેવા હી સંગઠનના માધ્યમથી કોવિડ કેર સેન્સ્ટર અને હોસ્પિટલો ખોલવાનું આહવાન એ કાર્યકરોને કર્યું હતું. જેના પરિણામે કોરોનાની બીજી લહેરમાં ભાજપની સંગઠને લોકોની મદદ કરવા તેમની સાથે આવ્યું. ભાજપની રાષ્ટીય રાજનીતિની પ્રયોગ શાળા ગુજરાત છે. એટલા માટે જ ભાજપ દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રીથી લઈ સમગ્ર મંત્રી મંડળને બદલવાનો પ્રયોગ કરવામાં આવ્યો. મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણી અને તેમના મંત્રી મંડળે 11 સપ્ટેમ્બર 2021 ના રોજ રાજ્યપાલ ને પોતાનું રાજીનામુ આપ્યું અને 13 સપ્ટેમ્બર 2021 ના રોજ રાજ્યના 17 માં મુખ્યમંત્રી તરીકે પદભાર સાંભળ્યો.અને પોતાન મંત્રી મંડળ માં તમામ નવા નેતાઓને સ્થાન આપ્યું. આટલા મોટા નિર્ણય ને સફળ રીતે એક્ઝિક્યુ કરવાનો શ્રેય એ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ને જાય છે.
કાર્યકર્તાઓના દિલ જીતી લીધા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલે પૃથ્વીની ત્રણ વખત પ્રદીક્ષણા થાય એટલો પ્રવાસ બે વર્ષેમાં કર્યો છે. સી આર પાટીલનો આગ્રહ રહ્યો છે કે, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એટલા માટે જ તેના અધ્યક્ષતામાં કેવડિયા ખાતે મળેલ ભાજપની પ્રથમ કારોબારીમાં તમામ સભ્યોને ટેબ્લેટ આપવામા આવ્યા હતા. તો સુરત ખાતે મળેલ બીજી કારોબારીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવી સરકાર આવ્યા બાદ ભુપેન્દ્ર પટેલ સરકાર સામે સૌથી મોટો પડકાર એ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણી જીતવાનો હતો.આ મહાનગર પાલિકાની ચૂંટણી માં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના પેજ પ્રમુખ ના રામ બાણે મહાનગર પાલિકાની 44 માંથી 41 બેઠકો પર ભાજપ ને ભવ્ય વિજય અપાવ્યો હતો.
રાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા
સી આર પાટીલના “વન ડે વન ડિસ્ટ્રીક”, “પેજ સમિતિ”, “સહકારમાં પાર્ટી મેન્ડેટ” કે પછી ભાજપના તમામ કાર્યકરો દ્વારા પહેરવામાં આવનાર કેસરી ટોપી સહિતના નિર્ણયોની ચર્ચા ભાજપની રાષ્ટીય કારોબારીમાં કરવામાં આવી હતી. ભાજપ આગામી દિવસોમાં આ તમામ કાર્યક્રમો એ રાષ્ટીય કક્ષાએ ચાલુ કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો એક લક્ષ્યાંક છે કે, ગુજરાતના વિધાનસભાની ચૂંટણી ઇતિહાસમાં નવો ઇતિહાસ કેવી રીતે રચવો.
જનસંઘથી લઈ અધ્યક્ષ સુધીની સફર
જો કે 20 જુલાઈ 2020ના રોજ ભારતીય જનતા પાર્ટીના 13માં પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ ની નિમણુંક કરીને સ્પષ્ટ સંદેશો આપ્યો કે, પાર્ટીને વફાદાર અને મજબૂત કાર્યકરને પાર્ટી ગમે ત્યારે મોટા હોદા પર બેસાડી શકે છે. વર્ષે 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા બાદ સી.આર. પાટીલને પાર્ટી વર્ષે 1995થી 1997 અને વર્ષે 1998થી 2000 સુધીના સમયમાં જીઆઇડીસીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષે 2009માં સી.આર. પાટીલએ નવસારી લોકસભાના સાંસદ બન્યા 2014 અને 2019માં પણ સાંસદ બન્યા વર્ષે 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.