ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ

વહેલી ચૂંટણી પર સી.આર.પાટીલે મૂક્યું પૂર્ણવિરામ. કહ્યું, ડિસેમ્બર 2022માં જ યોજાશે

Text To Speech

રાજકોટ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં 25 એપ્રિલે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની વાર્ષિક સમાન્ય સભા મળી હતી. જયાં પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય, ડિસેમ્બર 2022માં જ યોજાશે.

આશા છે કે આવી જ રીતે ગુજરાત પણ ભેટમાં આપશો: પાટીલ

આ સભામાં સી.આર.પાટીલને તેમના ફોટાવાળું રેતીથી દોરેલ ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું હતું. જેના પ્રત્યુત્તર સ્વરૂપે પાટીલે હસતા હસતા કહ્યું હતું કે, આ ભેટનો સ્વીકાર કરી આશા રાખું છું કે આવતી ડિસેમ્બર 2022માં આપ સૌ જીત અપાવી ગુજરાત અમને સોંપશો. રાજકોટ અને સૌરાષ્ટ્ર બંનેને તમે અલગ ના કરી શકો. રાજકોટમાં કાર્યક્રમ થયો જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના બિલ્ડર્સોને અહિયાં આમંત્રિત કર્યા તે બતાવે છે કે તમે સમય કરતાં પહેલા દોડવાનું પસંદ કરો છો. સ્ત્રી સશક્તિકરણની વાત નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ શરૂ કરી અને પહેલા ભાઇઓના નામે જ દસ્તાવેજો થતાં અત્યારે સ્ત્રીઓના નામે દસ્તાવેજ થાય છે કારણ કે એની સ્ટેમ્પ ડ્યૂટી ઓછી લાગે છે. પરંતુ આમ જોતાં બહેનોની સુરક્ષા વધે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આપ સૌની સાથે છે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા બિલ્ડર્સ એસોશીએશન માટે અલગ-અલગ નિયમો અને યોજનાઓ બનાવવામાં આવે છે અને તેના માટે સરકાર કટિબદ્ધ છે. કોઈપણ વ્યક્તિને પોતાના બિઝનેસમાં પરિસ્થિતિના કારણે મુશ્કેલી સર્જાય ત્યારે સરકારની પ્રાથમિક ફરજ બને છે કે તેમના નિયમોમાં બાંધછોડ કરવી જોઈએ અને જો આમ થશે તો જ રોજગારીની નવી તકો ઊભી થશે અને ગુજરાત તેમજ સમગ્ર દેશને મજબૂત બનશે. મને વિશ્વાસ છે કે આ ગુજરાત મને આપ્યું છે તો સાથે મળીને સંપૂર્ણ બહુમતીથી જીતીશું.
રાજકોટ બિલ્ડર એસોસીએશનની આજે વાર્ષિક સભા બોલાવવામાં આવી હતી. જેમાં જામનગર, ભાવનગર, મોરબી, જૂનાગઢ સહિતના જિલ્લાઓના બિલ્ડર પ્રતિનિધિઓ હાજર રહ્યા અને રીયલ એસ્ટેટને લગતા પ્રશ્નોની ચર્ચા-િવચારણા કરવામાં આવી હતી તેમજ વર્ષ દરમ્યાન કરેલી કામગીરી ઉપરાંત વાર્ષિક હિસાબોની ચર્ચા કરી હતી અને નવા વર્ષની કામગીરી વિશે આયોજન ઘડવામાં આવ્યું હતું. વાર્ષિક સભા બાદ સૌરાષ્ટ્ર બિલ્ડર્સ મીટ રાખવામાં આવી છે અને તેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપી હતી. સૌરાષ્ટ્ર બિલ્ડર્સ મીટમાં સૌરાષ્ટ્રના તમામ બિલ્ડર એસોસીએશનના લોકો આવ્યા હતા. આ ઉપરાંત સાંસદ મોહન કુંડારીયા, રામ મોકરીયા, ધારાસભ્ય ગાવિંદભાઇ પટેલ વગેરે પણ હાજર રહ્યા હતા.

Back to top button