ગુજરાતના ગાંધીનગર ખાતે કમલમમાં ચૂંટણી બાદ પ્રથમ જનરલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. તેમાં બેઠકમાં સેલ મોરચા વિભાગો અને જિલ્લા પ્રમુખો હાજર રહ્યાં છે. તથા બેઠકમાં ચૂંટણી પરિણામની સમીક્ષા અને અભિવંદન અપાયા છે. તેમજ હાલની કામગીરી અને આગામી કાર્યક્રમો પર મનોમંથન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર
સંગઠનનું માળખું મજબુત બનાવાય તે માટે સી.આર.પાટીલે માર્ગદર્શન આપ્યું
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આહવાન કર્યું કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં એક ઐતીહાસિક જીત મળી, એ કાર્યકર્તાઓના અનુભવો, જે વિધાનસભાની અંદર જીત મળી છે. તેમજ જ્યાં હાર્યા છે ત્યાં શેને કારણે હાર્યા છે, આવા અનેક પ્રકારના ડેટા એકત્ર કરવામાં આવે, અને વિશેષ રૂપે આગામી 2024ની લોકસભાની ચૂંટણીની અંદર આજ પ્રકારે ગુજરાતની અંદર 26 લોકસભા બેઠક પર ઐતીહાસિક લીડ ભારતીય જનતા પાર્ટીએ દરેક જિલ્લામાં બૂથ અને પેજ કમિટી ઉપર મેનેજમેન્ટના માધ્યમથી સંગઠનનું માળખું મજબુત બનાવાય તે માટે સી.આર.પાટીલે માર્ગદર્શન આપ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં વૈભવી મકાનની માગ વધી, જાણો શું છે કારણ
પ્રદેશ, જિલ્લા, મહાનગરના મુખ્ય હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી
લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે ગાંધીનગર કમલમ ખાતે બેઠક યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા યોજાનાર આગામી કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીને લઈ જવાબદારી સોંપવામાં આવી હતી. ગત ચૂંટણીના ઐતિહાસિક જીતના પરિબળો એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યાં હાર થઈ છે તેના કારણોનો ડેટા પણ એકત્ર કરવામાં આવ્યો હતો. પ્રદેશ, જિલ્લા, મહાનગરના મુખ્ય હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી હતી.
આ પણ વાંચો: અચરજ: અમદાવાદમાં વ્યક્તિ બે હાથ લંબાવે એટલી જ માથાદીઠ ખુલ્લી જમીન બચી
2024 લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી શરૂ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું કે, આપણે કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય તો તેના માટે માનસિક અને શારીરીક બંને રીતે તૈયાર થવું પડે. આપણે એ વ્યવસ્થાના પણ ભાગ બનીયે અને તે રીતે તૈયારી પણ કરવી જોઈએ. લોકસભાના સાંસદ વિનોદ ચાવડાએ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમારા કાર્યકર્તાઓની પ્રદેશ અને જિલ્લાના મુખ્ય કાર્યકરોની બેઠક બોલાવવામાં આવી હતી. વિશેષ રૂપે સંગઠન મહામંત્રી રત્નાકરે દરેક સંગઠનોને આગામી કાર્યક્રમો અને 2024 લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે તૈયારીઓના ભાગરૂપે પણ અલગ-અલગ લોકસભાની અંદર જવાબદારી સોંપવામાં આવી છે.