ભાજપમાં બળવાખોરો અંગે સી.આર.પાટીલે આપ્યું જબરદસ્ત નિવેદન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. જેમાં આજે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તથા કોંગ્રેસ પણ રિપિટ થીયરી અપનાવાની છે. તથા ભાજપ પણ તમામ બેઠકો પર સેન્સ લઇ રહી છે. તેવામાં દાવેદારોની નારાજગી અંગે સી.આર.પાટીલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, જેમને ટિકિટ નહીં મળે તે ભાજપ માટે કામ કરશે. આ ભાજપ છે કોંગ્રેસ નહીં.
આ પણ વાંચો: આ બેઠકો પર 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી
ભારતીય જનતા પાર્ટી ક્યારે ખાલી વચન આપતી નથી
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું છે કે ઉમેદવારોમાં ઘટાડો થાય તે અમારી માટે ચિંતાનો વિષય છે. ભાજપની જીતવાની શક્યતાઓ છે તેના કારણે સ્વાભાવિક પણે ઉમેદવારો વધુ સંખ્યામાં આવે તે તેમનો અધિકાર છે. તે આવવા જ જોઈએ. તે અમારા માટે પોઝિટિવ નિશાની છે. જેમને ટિકિટ નહીં મળે તે ભાજપ માટે કામ કરશે. આ ભાજપ છે કોંગ્રેસ નથી. ભાજપ સરકાર ફરી એકવાર આવશે. આ વખતે ભાજપ પાર્ટી રેકોર્ડ સ્થાપવા લડી રહી છે. આ વખત ગુજરાતમાં રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતીશું. 2022માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રેકોર્ડબ્રેક લીડ સાથે જીતે તેવો આજે સંકલ્પ લેવાનો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે ખાલી વચન આપતી નથી જે કહે છે એ વચન પૂર્ણ કરે છે.
આ પણ વાંચો: Exclusive: વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ખેલ પડ્યો, AAP ગુજરાતમાં ભંગાણની શરૂઆત
વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબર 2022 સુધી રાજ્યના તમામ જીલ્લાઓમાં ભાજપના નિરીક્ષકો પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.