સી.આર. પાટીલના હસ્તે નવસારી જિલ્લામાં વિવિધ રસ્તા અને મકાનોનાં કામનાં ખાતમૂહુર્ત અને લોકાર્પણ
- ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના જે વિવિઘ કાર્યો કરે છે તેનાં પરિણામ ગુજરાતને મળ્યાં છેઃ સી.આર.પાટીલ
- પાણીનો સદઉપયોગ થાય, પાણીનો બગાડ ન થાય અને બોર દ્વારા પાણી જમીનમાં ઉતરે તે માટે આપણે વધુમાં વધુ બોર બનાવવા જોઇએઃ સી.આર.પાટીલ
નવસારી, 21 ડિસેમ્બર, 2024: નવસારી ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં આવેલા વિવિધ રસ્તા અને મકાનોના કામનું ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું કે, સખીમંડળની બહેનો સરકારની અનેક યોજનાઓને લાભાર્થીઓ સુઘી પહોંચાડવા માટે પ્રયાસ કરતા હોય છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના જે વિવિઘ કાર્યો કરે છે તેનાં પરિણામ ગુજરાતને મળ્યાં છે અને સમગ્ર દેશમાં ગુજરાતના તોલે આવે તેવું એક પણ રાજ્ય નથી.
તેમણે કહ્યું કે, આદિવાસી સમાજના ભાઇ-બહેનો આજે ઉચ્ચ શિક્ષણ મેળવી દેશના વિકાસમાં ફાળો આપે તે માટે સરકારે સાયન્સ વર્ગની કોલેજ અને શાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તારમાં મળેલી કોલેજને કારણે અનેક આદિવાસી સમાજના દીકરા-દીકરીઓને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળશે જેનાથી ગુજરાત અને દેશનો વિકાસ પણ થશે. આદર્શ ગામ યોજના જાહેર થઇ ત્યારે આખા દેશમાંથી ચિખલીની પસંદગી કરવામાં આવી અને 32 પ્રકારની વિવિધ સુવિધા મળે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી પાટીલે રેઇન વોટર હાર્વેસ્ટીગં સંદર્ભે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી સાહેબે જળ સંચય માટે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા આહવાન આપ્યું હતું. અને આજે વરસાદી પાણીને જમીનમાં ઉતરે તે માટે રાજસ્થાનના વેપારી ભાઇઓ જેઓ સુરતમાં રહે છે તેઓએ રાજસ્થાનમાં બોર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને મધ્યપ્રદેશના વેપારીભાઇ જેઓ સુરતમાં રહે છે તેમણે 15 હજાર બોર કરવાની જવાબદારી લીધી છે. પાંચ વર્ષમાં આખા દેશમાં જ્યાં પાણીની અછત છે તેને દૂર કરવા આયોજન હેઠળ કામ કરવાનું છે. આખા રાજ્યમાં કુલ પાણી પૈકી 65 ટકા પાણીનો હિસ્સો દક્ષિણ ગુજરાતમાં છે. પાણીને બચાવવા સૌ કોઇએ આગળ આવવું જોઇએ. પાણીની બચત કરશો તેટલું આગામી પેઢીને કામ લાગશે. આવો સૌ સાથે મળીને દેશ અને રાજ્યના વિકાસમાં યોગદાન આપવાના સંકલ્પ સાથે આગળ વધીએ, તેવી તેમણે હાકલ કરી હતી.
આ કાર્યક્રમમા સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્યો નરેશભાઈ પટેલ, રાકેશભાઈ દેસાઈ, નવસારી જીલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો, એક્સાઇઝ પોલિસી મામલે EDને કેસ ચલાવવા LGએ આપી મંજૂરી
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD