ગુજરાતટોપ ન્યૂઝધર્મવીડિયો સ્ટોરી

તર્કવિતર્કઃજામનગરમાં સી.આર પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર

Text To Speech

જામનગરઃ ગુજરાત વિધાનસંભાની ચૂંટણી વહેલી યોજાય શકે છે એવી ચર્ચાઓની વચ્ચે આજે જામનગરમાં આયોજીત ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ એક જ મંચ પર જોવા મળ્યા હતા. જેનાથી રાજકારણમાં અનેક પ્રકારના તર્કવિતર્ક થઈ રહ્યા છે. કારણ કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પર ત્રણેય પક્ષો નજર રાખીને બેઠા છે. હાલ ભાજપ, કૉંગ્રેસ અને આપ નરેશ પટેલને  પોતાના પક્ષમાં લાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. રાજકીય નેતાઓ માની રહ્યા છે કે નરેશ પટેલ રાજકારણમાં જોડાશે. કારણ કે ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષ કન્વીનરો હાજર રહ્યા હતા તેમજ ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એક મંચ પર જુઓ આ વીડિયોમાં…

ભાગવત સપ્તાહ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની
જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની કારણ કે, આજે પ્રદેશ ભાજપ પ્રમુખની સાથે  નરેશ પટેલે જામનગરમાં ચાલી રહેલી સપ્તાહમાં હાજરી આપી હતી. પાટીલ અને પટેલ એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ દ્રશ્યો બાદ ચર્ચા શરૂ થઈ છે કે, શું નરેશ પટેલ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે.

નરેશ પટેલ

 નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે સસ્પેન્સ યથાવત
જામનગરમાં આયોજીત ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ પટેલને પત્રકારો દ્વારા પુછવામાં આવ્યું કે આપ રાજકારણમાં જોડાવવા અંગે ક્યારે નિર્ણય કરશો તો તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં આવવું, કયા પક્ષમાં જોડાવું તે અંગે હજી કોઈ પાક્કા નિર્ણય પર તેઓ ઉતરી શક્યા નથી. એટલે કે નરેશ પટેલે કૉંગ્રેસ અને આપની સાથે ભાજપમાં જોડાવાના પણ તેમના દરવાજા ખુલ્લા રાખ્યા છે.

માણસને અનીતિ તરફ જતા રોકે છેઃપાટીલ
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ભૂમિમાં રામકથા ભાગવત સપ્તાહ વિગેરે આયોજનો થતા રહે છે તેને કારણે જ સૌરાષ્ટ્રમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા ઓછી અને મંદિરોની સંખ્યા વધારે છે ભાગવત સપ્તાહ માણસને અનીતિ તરફ જતા રોકી અને નીતિ તરફ લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે તેમ પણ પાટીલે જણાવ્યું હતું

જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા યોજવામાં આવેલી પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહમાં આજે અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ તેમજ સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને જામનગરના ધારાસભ્ય આર.સી ફળદુ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ તકે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં જામનગરના ભક્તજનોએ ઉપસ્થિત રહીને ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાના મુખેથી ભાગવત સપ્તાહ સાંભળી હતી

Back to top button