ગુજરાતચૂંટણી 2022

વડોદરામાં AAP પર વરસ્યા પાટીલ, ગુજરાતમાં સીઝનલ ફ્રુટની જેમ આવે છે નેતા

Text To Speech

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ C.R.Patil આજે વડોદરામાં હતા. જેમાં સભામાં સંબોધન વખતે વિપક્ષો પર બરાબરના ચાબખા માર્યા છે. તેમજ કપુરાઇ ચોકડી પાસે જિલ્લા ભાજપના નવા કાર્યલયનું ખાતમુહૂર્ત કર્યું છે. જે બાદ તેમણે વડોદરા APMCમાં સભા પણ સંબોધી હતી. ત્યારે સી.આર.પાટીલે આપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

આપ પાર્ટી 10 લાખ નોકરીઓ કેવી રીતે આપશે?

સી.આર.પાટીલે સભા સંબોધન કરતી વખતે જણાવ્યું હતુ કે આપના ભાડાના ટટુઓ ગલીએ ગલીએ ફરે છે. તથા આપ પાર્ટીએ નર્મદાના નીર સૌરાષ્ટ્ર-કચ્છમાં જતાં રોકયા છે. તેમજ અર્બન નકસલીઓને ગુજરાતમાં ઘુસવા ના દેવાય. તેમજ ગુજરાતમાં 5.50 લાખ સરકારી નોકરીઓ છે. તેમાં આપ પાર્ટી 10 લાખ નોકરીઓ કેવી રીતે આપશે? ગુજરાત પોતે એક મોડેલ રાજ્ય છે. તથા ભાજપના કાર્યકરોની કામગીરી પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

ઇલેક્શનમાં બધી સીટો 50 હજારથી વધુ લીડથી જીતવાની

સી.આર.પાટીલના આપ પર આડકતરો પ્રહાર કરતા જણાવ્યું છે કે હમણાં એક પાર્ટી આવે છે જેમ વરસાદ આવે તેમ એ પાર્ટી આવે છે. તે સીઝનલ ફ્રુટની જેમ આવ્યા જ કરે છે. તથા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું જે પાર્ટીની ડિપોઝીટો ડૂલ થઈ તે મુખ્યમંત્રી બનવવાના સપના જુએ છે. ચાર રાજ્યોના ઇલેક્શનમાં બધે હાર્યા છે. બધે મોટે ભાગે ડિપોઝીટો પણ ડૂલ થઈ તોય બેશરમ લોકો મોટી વાતો કરે છે. આપણે આ ઇલેક્શનમાં બધી સીટો 50 હજારથી વધુ લીડથી જીતવાની છે. જિલ્લા ભાજપ માટે 8 કરોડનું ફંડ 10 મિનિટમાં ભેગું થયું છે.

Back to top button