ગુજરાત

ડીસાના ગુલબાનીનગર નાળાનો સ્લેબ તૂટતાં ગાય 20 ફૂટ ઉંડી ગટરમાં ખાબકી: ક્રેઈનની મદદથી રેસ્ક્યુ કરી બચાવાઇ

Text To Speech

પાલનપુર, ડીસાના ગુલબાની નગર વિસ્તારમાં શનિવારે નાળાનું સ્લેબ તૂટતાં ગાય 20 ફૂટ અંદર ગટરમાં ખાબકી હતી. આ અંગેની જાણ સ્થાનિક લોકો તેમજ જીવદયા પ્રેમીઓ અને પાલિકાની ટીમ થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ભારે જહેમત બાદ ગાયને રેસ્કયુ કરી બચાવી હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ગુલબાણી નગર વિસ્તારમાંથી પસાર થતા નાળા પર બનાવેલ સ્લેબ શનિવારે અચાનક ધરાશાયી થયો હતો. જે બાદ નાળાના તુટેલા સ્લેબમાં અચાનક ગાયનો પગ લપસી જતા ગાય તુટેલા નાળામાં ખાબકી હતી. જે બાદ આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક નગરપાલિકા સ્થાનિક કોર્પોરેટર શૈલેશભાઈ રાજગોરને તેમજ જીવદયા પ્રેમીઓને જાણ કરાતા તે પણ દોડી આવ્યા હતા.

નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને જાણ કરવામાં આવતા તાત્કાલિક નગરપાલિકાના કર્મચારી બળવંતભાઈ ઠાકોર તેમની ટિમ લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ ગાયને ક્રેઇન ની મદદથી રેસ્કયુ કરી બચાવી હતી.ગાય સુરક્ષિત બહાર નિકળતાની સાથે સ્થાનિક લોકોએ પાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button