ઉત્તર ગુજરાત

ગૌ આંદોલન :ડીસામાં સરકારનું બેસણું, લોકોએ કરાવ્યું મુંડન

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પાંજરાપોળો અને ગૌશાળાઓની સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાયના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ગાયોને સરકારી કચેરીઓમાં છોડી મુકાયા બાદ બીજા દિવસથી ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં ડીસામાં સાઈબાબા મંદિર પાસે ધરણાં ચાલી રહ્યા છે. જેના રોજેરોજ મોટી સંખ્યામાં સાધુ- સંતો અને ગૌસેવકો ધરણામાં જોડાઈ રહ્યા છે. જ્યારે ગૌ આંદોલનને કિસાન સંઘે પણ સમર્થન આપ્યું છે. ત્યારે રવિવારે ધરણાના કાર્યક્રમ દરમિયાન સરકારનું બેસણું કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં શરુઆતમાં 25 થી વધુ લોકોએ મુંડન કરાવીને વિરોધ કર્યો હતો. અને 101 લોકો મુંડન કરાવવાના છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

101 લોકો મુંડન કરાવી દર્શાવ્યો વિરોધ

આ અંગે ગૌ સેવક જગદીશ માળીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જ્યાં સુધી કોઈ નિર્ણય નહી લેવાય ત્યાં સુધી દરરોજ ગૌ સેવકો વિવિધ કાર્યક્રમો આપશે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે કર્મચારીઓની ગ્રાહ્ય રાખેલી તમામ માંગણીઓના ઠરાવો કર્યા

ગાયની પણ ઉપસ્થિતિ

સાઈબાબા મંદિર પાસે ગૌ સેવકોનો ધરણાંનો કાર્યક્રમ યોજાયો છે. દરમિયાન એક ગાય સતત ઉપસ્થિત જણાઇ હતી. જેને ફુલહાર પહેરાવીને સન્માન કરાયું હતું. બીજા દિવસે પણ આ ગાયની હાજરી આજ જગ્યા ઉપર જોવા મળી હતી.

Back to top button