ટોપ ન્યૂઝનેશનલ

Covid-19 is Back ?: દેશના વિવિધ રાજ્યોએ માસ્ક અંગે અને ટેસ્ટિંગ માટે શું લીધા નિર્ણય ?

દુનિયાભરમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે ભારત તરફથી વિવિધ રાજ્યોમાં સતર્ક રહેવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને ભીડભાડવાળી જગ્યાઓએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવા, જીનોમ સિક્વન્સિંગ વધારવા અને કોરોના રસીનો ત્રીજો ડોઝ લોકોને વહેલી તકે આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ચીનમાં લાખોની સંખ્યામાં આવી રહ્યા છે કોરોના કેસ અને હજારોના મોત, એક અહેવાલે દુનિયાને ચોંકાવી દીધા

આ પછી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અધિકારીઓ અને મંત્રીઓએ સાવચેત રહેવાની સલાહ આપી, પરંતુ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. કોરોના વાયરસને લઈને વધી રહેલી આશંકાઓ વચ્ચે ફરી એકવાર માસ્ક હટાવવાનું શરૂ થઈ ગયું છે.

AIIMS ની ગાઈડલાઈન

ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ BF.7 ચીનમાં કહેર વર્તાવી રહ્યું છે. જેની સામે દિલ્હી AIIMS એ એડવાઈઝરી જારી કરી છે. આ મુજબ હવે એઈમ્સના સ્ટાફે હોસ્પિટલ પરિસરમાં કોવિડ નિયમોનું પાલન કરવું પડશે. કેમ્પસમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે AIIMS કેમ્પસમાં પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

pm modi meeting on corona

રાજયોની શું છે ગાઈડલાઈન ? 

ગુજરાત સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ કોવિડ-19 અંતર્ગત સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજાર થી વધું બેડની સુવિધાઓ ઉપલબ્ઘ છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને કોવિડ ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે કે લોકો ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરેવા માટે આગ્રહ કરવામાં આવશે. યુપીના ડેપ્યુટી સીએમ અને આરોગ્ય મંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, મેડિકલ એજ્યુકેશન અને હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને એરપોર્ટ પર દેખરેખ વધારવા અને શરદી અને ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા મુસાફરોની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે.

કર્ણાટકના આરોગ્ય મંત્રી કે સુધાકરે કહ્યું કે, “ઇનડોર વિસ્તારોમાં, બંધ જગ્યાઓ અને એર કન્ડીશનીંગવાળા વિસ્તારોમાં” માસ્ક લગાવવાનું ફરી એકવાર ફરજિયાત કરવામાં આવ્યું છે. મંત્રીએ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ કહ્યું કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતા મુસાફરોની રેન્ડમ ચેકિંગ અને સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોના એડવાઈઝરી જાહેર, થર્મલ સ્કેનિંગ અને રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે

મુંબઈના મુમ્બા દેવી મંદિર મેનેજમેન્ટે ભક્તોને મંદિરમાં દર્શન દરમિયાન માસ્ક પહેરવાના આદેશનું પાલન કરવાની અપીલ કરી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્ય પ્રશાસનને દેખરેખ વધારવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે આરોગ્ય અધિકારીઓને જાન્યુઆરી 2023માં ગંગા સાગર મેળા પહેલા કોરોના સંક્રમણ સંબંધિત તમામ પાસાઓ પર ખાસ નજર રાખવા સૂચના આપી હતી. તે જ સમયે કેરળમાં આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને ગભરાવાની જરૂર નથી.

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ગુરુવારે એક સલાહકાર બેઠકની આગેવાની કરી અને અધિકારીઓને તમામ સકારાત્મક નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ હાથ ધરવા નિર્દેશ આપ્યો. રાજ્યએ કેન્દ્ર સરકારને ચીન અને હોંગકોંગથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોના ફરજિયાત પરીક્ષણ માટે માર્ગદર્શિકા જારી કરવા પણ જણાવ્યું હતું.

ઝારખંડમાં કોરોનાનો કોઈ સક્રિય કેસ નોંધાયેલ નથી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી, પરંતુ વહીવટીતંત્ર સતર્ક રહેવા કેન્દ્રના સૂચન પર ધ્યાન આપી રહ્યું છે.

COVID 19 symptoms

Back to top button