ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પન્નુની હત્યાના કાવતરાના કેસમાં કોર્ટે US સરકાર પાસેથી માંગ્યો જવાબ

  • ગુપ્તાના વકીલોએ સરકાર પાસે પન્નુની હત્યાના કાવતરાના કેસમાં પુરાવા આપવાની કરી માંગ

US, 11 જાન્યુઆરી : અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ધડવાના આરોપ હેઠળ નિખિલ ગુપ્તા આ દિવસોમાં અમેરિકન પોલીસની કસ્ટડીમાં છે. આ દરમિયાન, US કોર્ટે સરકારને નિખિલ ગુપ્તાના વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ આપવાનો આદેશ આપ્યો છે. ગુપ્તાના વકીલોએ સરકાર પાસે પન્નુની હત્યાના કાવતરાને લગતા કેસોમાં પુરાવા આપવાની માંગ કરી છે. જેમાં નિખિલ ગુપ્તાની સંડોવણી દર્શાવવામાં આવી હોય.

 

4 જાન્યુઆરી, 2024ના રોજ બચાવ પક્ષના વકીલે દસ્તાવેજોની માંગણી કરતી કોર્ટ સમક્ષ દરખાસ્ત દાખલ કરી હતી, જેમાં વિનંતી કરવામાં આવી હતી કે અદાલત સરકારને બચાવ પક્ષના વકીલને સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવા માટેનો આદેશ આપે. આ પછી US ડિસ્ટ્રિક્ટ જજ વિક્ટર મારેરોએ આદેશ જારી કરીને સરકારને ત્રણ દિવસમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

શું છે આ સમગ્ર મામલો?

અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે, એક અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીની સૂચના પર નિખિલ ગુપ્તાએ અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અમેરિકી સરકારની વિનંતી પર 30 જૂને નિખિલની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, એક ભારતીય નાગરિક હાલમાં ચેક રિપબ્લિકની કસ્ટડીમાં છે. તેના પ્રત્યાર્પણ માટેની અરજી હાલમાં પેન્ડિંગ છે. અમને ત્રણ વખત કોન્સ્યુલર એક્સેસ મળ્યો.

કોણ છે નિખિલ ગુપ્તા?

US જસ્ટિસ ડિપાર્ટમેન્ટની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 52 વર્ષીય નિખિલ ગુપ્તા ભારતીય નાગરિક છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ચેક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. એક કથિત ભારતીય સરકારી કર્મચારી, જેનું નામ દસ્તાવેજમાં નથી પરંતુ તેને CC-1 તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે, CC-1 ભારતમાં અને અન્ય જગ્યાએ નિખિલ ગુપ્તા સહિત અન્ય લોકો સાથે મળીને અમેરિકાની ધરતી પર વકીલ અને રાજકીય કાર્યકરની હત્યાનું કાવતરું ઘડવાનું કામ કરી રહ્યું હતું. દસ્તાવેજમાં, CC-1ને સુરક્ષા અને ગુપ્તચર વિભાગમાં હોવાનું વર્ણવવામાં આવ્યું છે.

હત્યારો અમેરિકન એજન્ટ નીકળ્યો!

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ભારતમાં બેઠેલા CC-1ના કહેવા પર નિખિલ ગુપ્તાએ હત્યા માટે ‘કિલર’ની શોધ શરૂ કરી હતી. આ શોધ દરમિયાન નિખિલ એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યો જે ગુનેગારો સાથે સંકળાયેલો હતો. પરંતુ આ વ્યક્તિ ખૂની નહીં પણ અમેરિકન એજન્સીઓનો ગુપ્તચર એજન્ટ હતો. આ એજન્ટ નિખિલ ગુપ્તાને ‘હિટમેન’ (સોપારી કિલર) નામના વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. તેનો અર્થ એ કે, એજન્ટ અને કથિત હિટમેન બંને DEA (ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન) સાથે કામ કરતા હતા. એટલે કે હિટમેન અમેરિકન એજન્સીઓનો અંડરકવર ઓફિસર પણ હતો.

આ પણ જુઓ :EDએ ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું, શ્રીનગર ઓફિસનું તેડું

Back to top button