ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જાતીય સતામણી કેસના આરોપી બ્રિજભૂષણ સિંહની અરજી કોર્ટે ફગાવી

  • દીલ્હીની કોર્ટે બીજેપી સાંસદ બ્રિજભુષણ શરણ સિંહની કોચના કોલ રેકોર્ડ રજુ કરવાની માગંવાળી અરજીને ફગાવી દીધી છે
  • ભાજપે હજુ સુધી કૈસરગંજ બેઠક માટે બ્રિજભુષણની ટિકિટને લઈને કોઈ નિર્ણય નથી લીધો
  • આ કેસમાં હવે 7 મે ના રોજ કોર્ટ દ્વારા ચાર્જીશ ફિક્સ કરવામાં આવશે

નવી દીલ્હી, 26 એપ્રિલ: એક તરફ ભાજપે કૈસરગંજ બેઠક માટે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહન ટિકિટને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી, તો બીજી તરફ સાંસદને કોર્ટમાંથી જોરદાર ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે બીજેપી નેતા બ્રિજભૂષણની અરજી ફગાવી દીધી છે. સાંસદે કોર્ટને કોચના કોલ ડિટેઈલ રેકોર્ડની વધુ તપાસ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. હવે આ કેસની સુનાવણી 7 મેના રોજ થશે.

 આ કેસમાં 7 મેના રોજ આરોપ નક્કી કરવામાં આવશે

અગાઉ, સાંસદ બ્રિજભૂષણે કોર્ટમાં દાવો કર્યો હતો કે તે 7 સપ્ટેમ્બર 2022ના રોજ ઘટના સમયે પોતે દિલ્હીમાં ન હતા, તેથી આ આરોપોની ફરીથી તપાસ થવી જોઈએ. તેણે કેસની સીડીઆર કોપી પણ માંગી. આ જવાબો સાંભળ્યા પછી કોર્ટે આજે 26 એપ્રિલ સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ જ કેસમાં આજે, રાઉઝ એવન્યુ કોર્ટે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની અરજીને ફગાવી દીધી હતી અને બ્રિજભૂષણ સિંહ સામે 6 મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો સંબંધિત કેસમાં ‘ચાર્જ ફિક્સ’ કરવાનો કોર્ટને આદેશ આપ્યો હતો. તારીખ 7 મે, 2024 નક્કી કરવામાં આવી છે.

જાણો સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે જૂન 2023માં બ્રિજભૂષણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે 15 જૂન 2023ના રોજ કોર્ટમાં આપેલા તેમના રિપોર્ટમાં સગીર કુસ્તીબાજ સામેના કેસને રદ્દ કરવા અને તેના પિતા તરીકે POCSO હટાવવાની વિનંતી કરી હતી. તપાસ દરમિયાન દાવો કર્યો હતો કે તેણે સાંસદ પર બદલો લેવા માટે તેની સાથે યૌન શોષણ કર્યું હતું. છેડતીના ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે, કુસ્તીબાજોથી જોડાયેલા આ કેસમાં  હજુ પણ તપાસ ચાલી રહી છે. પરંતુ પોલીસે છ મહિલા કુસ્તીબાજોની ફરિયાદના આધારે દાખલ કરાયેલા એક અન્ય કેસમાં તેની સામે જાતીય સતામણી અને પીછો કરવાના આરોપોને સમર્થન આપ્યું હતું.

પોલીસે સગીર કુસ્તીબાજ વિરુદ્ધ ફરિયાદ રદ કરવાની ભલામણ કરી હતી કારણ  કે કોઈ આ કેસમાં કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. જ્યારે સાંસદ બ્રિજભુષણ સિંહે પોતાની ઉપર લાગેલા બધા જ આરોપોને નકારી કાઢ્યા હતા.

આ પણ વાંચો: PM મોદી-રાહુલના નિવેદનો પર નોટિસ જારી… : જાણો ચૂંટણી પંચ કેટલું  શક્તિશાળી છે?

Back to top button