સોનાની દાણચોરીના કેસમાં “અભિનેત્રી” રાન્યા રાવની જામીન અરજી કોર્ટે ફગાવી, હજુ જેલમાં રહેવું પડશે


મુંબઈ, 27 માર્ચ: 2025: સોનાની દાણચોરી કેસમાં અભિનેત્રી રાન્યા રાવની મુશ્કેલીઓ વધી રહી છે. બેંગલુરુની એક સેશન્સ કોર્ટે સોનાની દાણચોરીના કેસમાં સંડોવાયેલી કન્નડ અભિનેત્રી રાણ્યા રાવ (Ranya Rao)ની જામીન અરજી ફગાવી દીધી છે. પોલીસે તેની ૧૨.૫૬ કરોડ રૂપિયાના સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરી હતી. Court rejects bail plea of ”actress” Ranya Rao in gold smuggling case આ પહેલા 14 માર્ચે ખાસ આર્થિક ગુના કોર્ટે પણ તેમને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.
વરિષ્ઠ ડીજીપી(DGP)-રેન્કના આઈપીએસ (IPS) અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી રાન્યા રાવ(Ranya Rao)ની 3 માર્ચે બેંગલુરુ એરપોર્ટ પર 14.2 કિલો સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા સોનાની કિંમત 12.56 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. હવે આ મામલે સોનાની દાણચોરીના ગંભીર કેસમાં આરોપી રાન્યા રાવની જામીન અરજી ખાસ કોર્ટે ફગાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, અભિનેત્રી રાણ્યા રાવની જામીન અરજી ત્રીજી વખત નીચલી અદાલતે ફગાવી દીધી છે. હવે રાણ્યા જામીન માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.સોનાની દાણચોરીના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી રાણ્યા રાવની જામીન અરજી ગુરુવારે સેશન્સ કોર્ટે ફગાવી દીધા બાદ, તેણી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. રાણ્યાની ધરપકડ પછી, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ આ કેસમાં બીજી મોટી કાર્યવાહી કરી અને બલ્લારીના સોનાના વેપારી સાહિલ જૈનની પણ ધરપકડ કરી. તેના પર રાણ્યાને દાણચોરી કરેલું સોનું વેચવામાં મદદ કરવાનો આરોપ છે.
આ કારણોસર જામીન અરજી નામંજૂર કરવામાં આવી
કોર્ટે જામીન નકારવા માટે અનેક કારણો આપ્યા. કોર્ટે દલીલ કરી હતી કે જો અભિનેત્રીને મુક્ત કરવામાં આવે તો તે દેશ છોડીને ભાગી શકે છે. એવી પણ ચિંતા હતી કે તે સંભવિત રીતે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા તપાસમાં અવરોધ લાવી શકે છે.
આ પણ વાંચો..ઐશ્વર્યા રાયની કારને નડ્યો અકસ્માત, બસે મારી ટક્કર