ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

જ્ઞાનવાપી સંકુલમાં 30 વર્ષ પછી હિન્દુ પક્ષને પૂજાવિધિ કરવા કોર્ટની પરવાનગી

Text To Speech

દિલ્હી, 31 જાન્યુઆરી: વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ-કા તેહખાનામાં પૂજાવિધિ કરવાની પરવાનગી આપી છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગ હટાવવી વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. આ તેહખાના મસ્જિદની નીચે છે. કોર્ટના આ નિર્ણય બાદ હિન્દુ પક્ષની મોટી જીત માનવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ મુસ્લિમ પક્ષ આ નિર્ણયને પડકારવાની તૈયારી કરી રહ્યું છે.

કોર્ટના નિર્ણયથી મુસ્લિમ પક્ષ નારાજ

મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ જ્ઞાનવાપીના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કોર્ટના આ નિર્ણયથી ખૂબ જ નિરાશ છીએ. આ નિર્ણય સામે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે.

હિન્દુ પક્ષે ગણાવી મોટી જીત

એવું કહેવામાં આવી રહ્યું છે કે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા કરવામાં આવશે. હિન્દુ પક્ષે તેને મોટી જીત ગણાવી છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનું જણાવ્યું હતું. નવેમ્બર 1993 પહેલાં અહીં પૂજા કરવામાં આવતી હતી.

વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ તેહખાનામાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર ગઈ કાલે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશ સુરક્ષિત રાખ્યો હતો, જેના પર આજે નિર્ણય આવ્યો છે.

17 જાન્યુઆરીના રોજ, જિલ્લા વહીવટીતંત્રે કોર્ટના આદેશ પર વ્યાસ-કા તેહખાનામાં કબજો મેળવ્યો હતો. ASI સર્વે દરમિયાન તેહખાનામાં સફાઈ કરવામાં આવી હતી. હવે જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યું છે કે પૂજાવિધિ વિશ્વનાથ મંદિરના પૂજારીઓ દ્વારા કરાવવામાં આવે. આ સાથે બેરીકેટ્સ હટાવવાનો પણ આદેશ આપ્યો છે. 7 દિવસની અંદર બેરિકેડિંગ દૂર કરી અને પછી વ્યાસ-કા તેહખાનાની અંદર નિયમિત પૂજા થશે.

આ પણ વાંચો: જ્ઞાનવાપીમાં વજુખાનાના સર્વે કેસમાં હાઈકોર્ટની મુસ્લિમ પક્ષને નોટિસ

Back to top button